‘લવની ભવાઈ’ ફેમ આરોહી પટેલે તત્સત મુનશી સાથે ડેસ્ટિનેશન વેડિંગ પછી અમદાવાદમાં યોજ્યુ ગ્રાન્ડ રિસેપ્શન- જુઓ PHOTOS

આ સમયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગ્નની ધૂમ મચેલી છે. હજુ તો થોડા દિવસ પહેલા જ 26 નવેમ્બરે મલ્હાર ઠાકરે એક્ટ્રેસ પૂજા જોશી લગ્ન કર્યા, ત્યાં આરોહી પટેલે પણ હાલમાં તત્સત મુનશી સાથે મંગળફેરા ફર્યા. આરોહી અને તત્સતની લગ્નની તસવીરો આવતા જ વાયરલ થઈ ગઇ હતી.

આરોહી અને તત્સતના લગ્ન પહેલાની કેટલીક વિધિના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને ત્યારથી ચાહકો આ કપલના લગ્નની તસવીરોની રાહ જોઇ રહ્યા હતા. જો કે લગ્ન બાદ આરોહી અને તત્સતે ચાહકોની આ રાહ પણ પૂરી કરી અને લગ્ન સેરેમનીની અનેક તસવીરો શેર કરી.

લગ્નની કેટલીક તસવીરોમાં તો આરોહી અને તત્સત બંને ચિયર કરતા પણ જોવા મળ્યા હતા. લગ્નની તસવીરો પોસ્ટ કરતા આરોહીએ લખ્યું, પ્યાર દોસ્તી હૈ. આરોહી અને તત્સત એ ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા અને આ લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો અને ફિલ્મ મેકર્સ પણ સામેલ થયા હતા.

આરોહીએ હાથમાં મહેંદી પણ લગાવી હતી. આરોહી અને તત્સતનો વેડિંગ લુક સિંપલ પણ ખાસ હતો. ન્યૂલીવેડ મલ્હાર અને પૂજા પણ આરોહીના લગ્નમાં સામેલ થયા હતા. ત્યારે લગ્ન બાદ આરોહી અને તત્સતનું વેડિંગ રિસેપ્શન પણ યોજાયુ હતુ, જેમાં નામી હસ્તિઓ હાજર રહી હતી. વેડિંગ રિસેપ્શનનો પણ આરોહી અને તત્સતનો લુક સિંપલ હતો.

જણાવી દઇએ કે, લગ્ન પહેલા કપલની હલ્દી સેરેમની અને સંગીત સેરેમની પણ યોજાઇ હતી, જેમાં ગુજરાતી કલાકારોએ ખૂબ ડાન્સ કર્યો હતો. જયારે થોડા દિવસો પહેલા તત્સત મુનશીના ઘરે સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પણ કિંજલ દવે સહિત અનેક નામી હસ્તિઓ તત્સતના ઘરે પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aarohi (@iamaarohii)

Shah Jina