‘ઓ લડકા આંખ મારે…’ AAPની મહિલા ઉમેદવારે લગાવ્યા ઠુમકા, ડાંસ રીલ વાયરલ થયા બાદ ભડક્યા લોકો

AAP ઉમેદવાર ચાહત પાંડેએ ‘ઓ લડકા આંખ મારે’ ગીત પર મટકાવી કમર, ખૂબ જ જોવામાં આવી રહ્યો છે વીડિયો

કોણ છે AAP ઉમેદવાર ચાહત? જેના ડાંસ વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવી બબાલ

સીટી બજાએ નખરે દિખાએ… ડાંસથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવનાર વિધાયક કેંડિડેટ ચાહત કોણ છે ?

AAP Candidate Chahat Pandey : મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું હતું. ત્યારે દમોહ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP)ની ઉમેદવાર ચાહત પાંડેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં AAP ઉમેદવાર ફિલ્મ ‘સિમ્બા’ના ગીત ‘આંખ મારે’ પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે.

AAPની ઉમેદવાર ચાહત પાંડેનો ડાંસ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ વાયરલ વીડિયોમાં ચાહતે જબરદસ્ત ડાન્સ કર્યો છે. જો કે, આ વિડિયો ક્યારેનો છે? તે માહિતી બહાર આવી નથી. AAP ઉમેદવારના આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કોઈ ચાહતના પક્ષમાં દલીલ કરી રહ્યું છે તો કોઈએ તેના આ વીડિયોની નિંદા કરી છે. કેટલાક ઈન્ટરનેટ યુઝર્સનું કહેવું છે કે રાજકારણમાં પ્રવેશતા પહેલા ચાહત પાંડે નાના પડદાની અભિનેત્રી હતી, તો ડાન્સ કરવામાં અને વીડિયો શેર કરવામાં શું વાંધો છે ?

‘ઓ લડકા આંખ મારે’ ગીત પર મટકાવી કમર

જ્યારે બીજાનું કહેવું છે કે જાહેર જીવનમાં આ યોગ્ય નથી. અભિનેત્રી ચાહત પાંડેએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેણે 17 વર્ષની ઉંમરે ટીવી શો પવિત્ર બંધનથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે તેનાલીરામન, રાધા કૃષ્ણન, સાવધાન ઈન્ડિયા, નાગિન-2, દુર્ગા-માતા કી છાયા, અલાદ્દીન અને ક્રાઈમ પેટ્રોલ સહિતની ઘણી સિરિયલોમાં જોવા મળી છે.

ટીવી એક્ટ્રેસ અને AAP ઉમેદવારના વીડિયોને લઇને લોકોની મિશ્ર પ્રતિક્રિયા

હાલમાં તે ટીવી શો ‘નથ જેવર યા જંજીર’માં જોવા મળી રહી છે. મધ્યપ્રદેશના દમોહની રહેવાસી ટીવી અભિનેત્રી ચાહત પાંડે આ વર્ષે જૂનમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી. પાર્ટીએ દમોહથી ચાહતને ભાજપના વરિષ્ઠ નેતા જયંત સામે મેદાનમાં ઉતારી છે. ત્યાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અજય ટંડન પણ આ ત્રિકોણીય મુકાબલામાં સામેલ છે.

Shah Jina