‘લોકોને લાગે છે કે હું આ ભારત દેશને પ્રેમ નથી કરતો’, બોયકોટ કરવાની માગ ઉઠતાં આમિર ખાનથી ન રહેવાનું, જુઓ શું શું કહ્યું

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાન ઘણા વર્ષો બાદ લાલ સિંહ ચઢ્ઢા દ્વારા કમબેક કરી રહ્યો છે. આમીરની છેલ્લી ફિલ્મ દંગલ હતી જે 2016માં રિલીઝ થઇ હતી. લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થવાની હતી પણ અમુક વિવાદોને લીધે નિર્માતાઓએ ફિલ્મ રીલીઝની તારીખ ટાળી દીધી છે. ફિલ્મ રિલીઝ પહેલા જ તે સતત વિવાદોમાં ઘેરાતી જઈ રહી છે અને સોશિયલ મીડિયા પર પણ ‘બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા’ ટ્રેન્ડ કરી રહ્યું છે.

જ્યારે આમિરને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા લાલ સિંહ ચઢાના ટ્રેન્ડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે આમિરે જવાબમાં કહ્યું કે,”બોલીવુડનો બહિષ્કાર કરો….આમિર ખાનનો બહિષ્કાર કરો…લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર કરો..મને પણ દુઃખ થાય છે કેમ કે તેઓને લાગે છે કે હું તે લોકોમાંનો એક છું જે ભારત દેશને પસંદ નથી કરતો…અને આ એકદમ ખોટી વાત છે. હું વાસ્તવમાં દેશને પ્રેમ કરું છું અને હું આવો જ છું. કેટલાક લોકોને એવું લાગે છે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું દરેકને આશ્વત કરવા માંગુ છું કે મારી ફિલ્મનો બહિષ્કાર ન કરો. મારી ફિલ્મ જુઓ”.

જણાવી દઈએ કે વર્ષ 2015માં આમિરના એક કથિત નિવેદનને લીધે તે હેડલાઇન બની ગયો હતો. તે સમયે આમિરે કહ્યું હતું કે,”આપણો દેશ અસહિષ્ણુતાથી ભરેલો છે, પણ અમુક એવા લોકો પણ છે કે દુર્ભાવના ફેલાવી રહ્યા છે”.આ સિવાય આમીરની પૂર્વ પત્ની કિરણ રાવે પણ કહ્યું હતું કે પોતાના બાળકોની સુરક્ષા માટે તેણે દેશ છોડીને જતું રહેવું જોઈએ.આ પહેલાના જુના નિવેદનને લીધે તેને હિન્દૂ વિરોધી અને ભારત વિરોધી કહેવામાં આવી રહ્યો છે.

મીડિયા પર સતત ચાલી રહેલા લાલ સિંહ ચઢ્ઢા બોયકોટને લીધે આમિર ખાન ખુબ જ પરેશાન થઇ ગયો છે અને તેણે કહ્યું કે,”એક ફિલ્મ બનાવવામાં ખુબ મહેનત લાગે છે. એક અભિનેતા જ નહીં પણ તેની સાથે અનેક લોકોની ભાવના જોડાયેલી હોય છે. ફિલ્મ જોયા બાદ તમે તેને પસંદ કરી શકો છો અને તેને નાપસંદ કરવાનો પણ પૂરો અધિકાર તમારી પાસે છે”.

આમિરે આગળ કહ્યું કે,”ફિલ્મ જોતા પહેલા જ આવી બાબતો ખુબ દુઃખ પહોંચાડે છે,ખબર નહીં લોકો આવું શા માટે કરે છે. મેં થીયેટર માટે ફિલ્મ બનાવી છે અને હું ઇચ્છુ છું કે લોકો થીયેટર જઈને ફિલ્મ જોવે. ઓટિટિ માટે જ્યારે કંઈક બનાવવાનું થશે અને મોકો મળશે, તો હું ચોક્કસ કરીશ. હું એક ફિલ્મ બનાવું છું અને હું ઇચ્છુ છું કે તે સિનેમા માટે બનાવું. અને બીજી વાત કન્ટેન્ટની પણ છે, કન્ટેન્ટ લોકોને પસંદ આવશે, તો ફિલ્મ પણ હિટ રહેશે”.

આમિર ખાન અને અક્ષય કુમાર બંને થિયેટરમાં આમને-સામને છે. લાલ સિંહ ચઢ્ઢાની સાથે અક્ષયની રક્ષાબંધન પણ રીલીઝ થઇ રહી છે. જેના પર આમિર કહ્યું કે,”મને રક્ષાબંધનું ટ્રેલર ખુબ પસંદ આવ્યું. મેં ડાયરેક્ટરને કોલ કરીને પણ કહ્યું હતું કે ટ્રેલર સારું છે, બંને પારિવારિક ફિલ્મો છે, ભાઈ-બહેનની ફિલ્મ છે, જે ઈમોશનલ છે, હું ઇચ્છુ છું કે દર્શકો બંને ફિલ્મને પ્રેમ આપે અને બંને ફિલ્મ થીયેટર પર કમાલ કરે”.

આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રીમેક છે. અદ્વૈત ચંદનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કરીના કપૂર, મોના સિંહ, નાગા ચૈતન્ય છે. એવામાં સતત વધતા જતા વિવાદોને લીધે જાણવામાં આવ્યું કે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ ડીલે કરી છે. ફિલ્મને લઈને લોકોનો ગુસ્સો જોતા લાગે છે કે આમિરની ફિલ્મનું ફ્યુચર અત્યારથી જ સંકટમાં છે. હવે તો ફિલ્મ રિલીઝ બાદ જ ખબર પડશે કે લોકો થીયેટર સુધી ફિલ્મ જોવા માટે જાય છે કે પછી બોયકોટ ટ્રેન્ડ યથાવત રાખે છે.

Krishna Patel