પાકિસ્તાનના સાંસદ ઉપર ચઢ્યો બોલીવુડના ગીતોનો નશો, 18 વર્ષની પત્ની સાથે ડ્રાઈવ દરમિયાન એવું કર્યું કે… જુઓ વીડિયોમાં

પાકિસ્તાનના સાંસદ ડો. આમિર લિયાકત હુસૈન તેમના ત્રીજા લગ્નને લઈને ખુબ જ ચર્ચામાં છે. તેમની ત્રીજી પત્ની સૈયદા દાનિયા શાહના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 49 વર્ષીય આમિર લિયાકતે તાજેતરમાં 18 વર્ષની દાનિયા શાહ સાથે લગ્ન કર્યા છે. તેમના વીડિયો જોઈને લાગે છે કે આ કપલ ભારતીય ગીતોના દીવાના છે.

 

View this post on Instagram

 

A post shared by syeda dania shah (@syedadaniaamir_)

છેલ્લા કેટલાક દિવસોમાં સૈયદા દાનિયા શાહના ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક એકાઉન્ટ્સ પરથી ઘણા વીડિયો/ફોટો શેર કરવામાં આવ્યા છે. એક વીડિયોમાં સઈદા પતિ આમિર લિયાકત સાથે કારમાં ફરતી જોવા મળે છે, જ્યારે અન્ય વીડિયોમાં તે પોતે કાર ચલાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by syeda dania shah (@syedadaniaamir_)

આમિર લિયાકત દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા રોમેન્ટિક વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં દિવંગત બોલિવૂડ એક્ટર અમરીશ કુમારનો અવાજ આવી રહ્યો છે. વીડિયોમાં કપલ બેડ પર સૂતેલું જોવા મળે છે. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો.

એક પોસ્ટમાં આમિર લિયાકતે તેની ત્રીજી પત્નીના જોરદાર વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે સઈદા ખૂબ જ મીઠી, સુંદર અને સરળ છે. તમને જણાવી દઈએ કે આમિર લિયાકત હુસૈન પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા છે. તેમણે હાલમાં જ ટ્વીટ કરીને 18 વર્ષની દાનિયા શાહ સાથેના ત્રીજા લગ્નની માહિતી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by syeda dania shah (@syedadaniaamir_)

આ દરમિયાન તેની બીજી પત્ની સૈયદા તુબા અનવરે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં છૂટાછેડાની જાણકારી આપી હતી. આમિર અને તુબા છેલ્લા 14 મહિનાથી અલગ રહેતા હતા. ડો.આમિરે 2018માં બીજા લગ્ન કર્યા હતા. તેની બીજી પત્નીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેના અલગ થવા અને છૂટાછેડાની માહિતી આપી હતી.

Niraj Patel