બેડરૂમનો વીડિયો લીક થયા પછી આ નેતાએ કરી મોટી જાહેરાત, લાખો લોકો ચોંકી ઉઠ્યા

31 વર્ષ મોટા નેતા સાથે નિકાહ કરવા વાળી યુવતીની હાલત ખરાબ થઇ ગઈ, હવે બેડરૂમ વાળો ગંદો વીડિયો આવ્યો સામે…જુઓ આ નેતાએ શું એલાન કર્યું

પાકિસ્તાની સાંસદ અને ફેમસ ટીવી હોસ્ટ આમિર લિયાકત હુસૈને પાકિસ્તાન છોડવાનું એલાન કરી દીધુ છે. જેના બાદથી ટ્વીટર પર ડોન્ટ ગો આસિફ ભાઇ ટ્રેન્ડ થઇ રહ્યુ છે. આમિર લિયાકતે સોશિયલ મીડિયા પર પાકિસ્તાને અલવિદા કહેતા કેટલાક વીડિયો શેર કર્યા છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 50 મિનિટથી વધુનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે રડતો દેખાઇ રહ્યો છે. તે લોકોને એવું કહેતો જોવાઇ રહ્યો છે કે ઇસ્લામનો એક સ્કોલર નશેડી કેવી રીતે થઇ શકે છે. આમિર લિયાકતની ત્રીજી પત્ની દાનિયા શાહે તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે.

આમિર લિયાકતે એ પણ કહ્યુ કે, યૂટયૂબ પર સર્કુલેટ તેના આપત્તિજનક વીડિયોને કોઇએ પણ હટાવવાની જહેમત ન ઉઠાવી. તેણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યુ કે, મેં જેનું પણ દિલ દુખાવ્યુ છે, તેની ગયા પહેલા માફી માંગુ છું. મારા પર મહેરબાની કરનારનો હું આભારી છું અને મર્યા પહેલા હું એ કર્જ ચુકાવી દઇશ. આમિર લિયાકતે કહ્યુ કે, હું પાકિસ્તાનથી જઇ રહ્યો છું. હું હવે અહીં નહિ રહું કારણ કે આ મુલ્ક હવે મારા રહેવાલાયક નથી.અહીંનો માહોલ તલ્ખ થઇ ગયો છે. મારુ દિલ દુખેલુ છે. મારા પર આંગળીઓ ઉઠાવવામાં આવી રહી છે.

મીમ બનાવવામાં આવ્યા છે, તેનાથી મને ઠેસ પહોંચી છે પરંતુ તો પણ હું હસીને ટાળતો રહ્યો. લિયાકતે વધુમાં કહ્યું કે, મેં દાનિયાને માફ કરી દીધી છે. જો તે અલ્લાહની માફી માંગે તો મારા ઘરના દરવાજા તેના માટે હંમેશા ખુલ્લા છે, પરંતુ તેણે સારું કર્યું નથી. વીડિયોમાં લિયાકત કહે છે, મને કહેવામાં આવી રહ્યું છે, હું કોઈને કહીશ નહીં. એ સ્પષ્ટ છે કે હું હજ પછી પાછો નહીં આવું. કદાચ હું ‘એક થા ટાઈગર’ના સલમાન ખાનની જેમ ક્યુબા જઈશ. મારે હવે વિસ્મૃતિનું જીવન જીવવું છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ લિયાકતના આ વીડિયોની મજાક ઉડાવી રહ્યા છે અને ઘણા લોકો એમ કહીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે કે તેનાથી છૂટકારો મેળવવો સારું છે.

આમિર લિયાકત હુસૈન તેમના લગ્ન અને પત્નીઓને લઈને ઘણીવાર વિવાદોમાં રહ્યા છે. હાલમાં જ તેની ત્રીજી પત્ની દાનિયા શાહે આમિર પર ગંભીર આરોપ લગાવ્યા છે અને તેની પાસેથી છૂટાછેડાની માંગ કરી છે. બંનેએ આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા. દાનિયાએ તેના પર હુમલો, ડ્રગ્સ લેવા અને બળજબરીથી ગંદા વીડિયો શૂટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ પછી લિયાકતના કેટલાક વાંધાજનક વીડિયો પણ સોશિયલ મીડિયા પર લીક થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ વીડિયો દાનિયા શાહે લીક કર્યો હતો.

સોશિયલ મીડિયા પર લીક થયેલા આ વીડિયોમાં લિયાકતને કપડા વગરની હાલતમાં જોઈ શકાય છે. વીડિયોમાં બેડ પર ડ્રગ્સ પણ જોઈ શકાય છે. વીડિયો લીક થયા બાદ આમિર લિયાકતે પોતાને પીડિત હોવાનો દાવો કરીને ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની સાયબર ક્રાઈમ ટીમની મદદ માંગી હતી.એક સોશિયલ મીડિયા યુઝર કહે છે, “પાકિસ્તાનથી દૂર જાઓ અને ફરી પાછા ન આવો.”આમિર લિયાકત હુસૈન 49 વર્ષનો છે અને તેની ત્રીજી પત્ની દાનિયા માત્ર 18 વર્ષની છે.

ઉંમરમાં 31 વર્ષનો તફાવત હોવા છતાં આમિર લિયાકતે દાનિયા સાથે લગ્ન કર્યા અને તે સમયે તેના જોરદાર વખાણ કર્યા. તેણે કહ્યું હતું કે તેની નવી બેગમ ખૂબ જ આકર્ષક છે અને સાદગીથી રહે છે, પરંતુ તેનું લગ્નજીવન લાંબું ટકી શક્યું નહીં અને થોડા મહિનામાં જ બંને અલગ થઈ ગયા.

Shah Jina