ચેન્નાઇમાં આવેલા મિચોન્ગ વાવાઝોડામાં 24 કલાક સુધી ફસાયેલો રહ્યો અભિનેતા આમિર ખાન, આખરે કરવામાં આવ્યું રેસ્ક્યુ, તસવીરો આવી સામે

24 કલાક સુધી પુરમાં ફસાયેલો રહ્યો આમિર ખાન, સાઉથ અભિનેતા વિષ્ણુ વિશાલ સાથે કરવામાં આવ્યા રેસ્ક્યુ, તસવીરો વાયરલ

Aamir Khan was caught in the storm : મિચોંગ વાવાઝોડાના કારણે ચેન્નાઈમાં તબાહીનું  મંજર જોવા મળ્યું હતું. ચક્રવાત મિચોંગના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે આખું શહેર પાણીમાં ડૂબી ગયું છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ ભીષણ તોફાનમાં ઘણા લોકો ફસાયા હતા, જેમાંથી બોલિવૂડ અભિનેતા આમિર ખાન અને વિષ્ણુ વિશાલનું નામ પણ સામે આવ્યું હતું. હાલ તેઓને બચાવી લેવાયા છે. અભિનેતા વિષ્ણુ વિશાલે પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી છે.

વિષ્ણુ વિશાલે શેર કરી તસવીરો :

વિષ્ણુ વિશાલે આ દરમિયાન તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં આમિર ખાન પણ રેસ્ક્યુ બોટમાં બેઠો જોવા મળી રહ્યો છે. તસવીરો સામે આવ્યા બાદ જ ખબર પડી કે આ તોફાનમાં વિષ્ણુની સાથે આમિર ખાન પણ ફસાઈ ગયો છે. આમિર ખાન કરાપક્કમમાં ફસાયેલો હતો. અભિનેતા 24 કલાક સુધી ત્યાં અટવાયેલો રહ્યો. એક્ટર વિષ્ણુ વિશાલે X પોસ્ટમાં લખ્યું, ‘અમારા જેવા ફસાયેલા લોકોને મદદ કરવા માટે ફાયર અને રેસ્ક્યૂ વિભાગનો આભાર. કારાપક્કમમાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્રણ બોટ પહેલેથી જ કાર્યરત હતી.”

પોસ્ટમાં જણાવી વાત :

તેને આગળ લખ્યું, “આવા મુશ્કેલ સમયમાં TN સરકાર દ્વારા સારું કામ કરવામાં આવી રહ્યું છે. તે તમામ વહીવટી લોકોનો આભાર કે જેઓ સતત કામ કરી રહ્યા છે. આ પહેલા પણ વિષ્ણુ વિશાલે એક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું, ‘મારા ઘરમાં પાણી પ્રવેશી રહ્યું છે અને કરપક્કમમાં પાણીનું સ્તર ખરાબ રીતે વધી રહ્યું છે. મેં મદદ માટે ફોન કર્યો છે. વીજળી નથી, વાઇફાઇ નથી…ફોન સિગ્નલ નથી…કંઈ નથી. માત્ર છત પરના કોઈ ચોક્કસ બિંદુએ મને કોઈ સંકેત મળી રહ્યો છે. આશા છે કે તે મને અને અહીં ઘણા લોકોને મદદ કરશે. હું સમગ્ર ચેન્નાઈના લોકો માટે અનુભવ કરી શકું છું.”

માતા સાથે હતો આમિર ખાન :

રાજ્યના ઉદ્યોગ મંત્રી ડૉ.ટીઆરબી રાજાએ આ મામલે આમિર ખાનના વખાણ કર્યા છે. તેણે X પર પોસ્ટ કરીને લખ્યું, ‘વિષ્ણુ વિશાલ અભિનંદન બદલ આભાર અને તમારી બાજુમાં આટલી સજ્જનને આટલા સારા વ્યક્તિ હોવા માટે પણ આભાર. આશ્ચર્યની વાત એ છે કે તેમને કોઈને મદદ માટે અપીલ કરી ન હતી.”  તમને જણાવી દઈએ કે, આમિર ખાન હાલમાં જ ચેન્નાઈ શિફ્ટ થયો હતો. તેણે આ નિર્ણય ઓક્ટોબર મહિનામાં લીધો હતો. અભિનેતાની માતા ચેન્નાઈમાં હતી અને ખાનગી તબીબી સંભાળ હેઠળ હતી. અભિનેતા તેની માતાની ખૂબ જ નજીક છે અને આવા મુશ્કેલ સમયમાં તેને ટેકો આપવા માટે ચેન્નાઈ શિફ્ટ થયો હતો.

Niraj Patel