જયારે દેવાના ભાર નીચે દબાઈ ગયો હતો આમિર ખાન, સ્કૂલની ફી ભરવાના પણ પૈસા નહોતા, પોતાની આપવીતી જણાવતા જણાવતા આંખોમાંથી આવ્યા આંસુ

આમિર ખાનનું છલકાઈ ઊઠ્યું દર્દ કહ્યું કે મારુ ફેમિલી 8 વર્ષ સુધી દેણામાં હોય સ્કૂલની ફી ભરવાના પણ પૈસા ન હતા પછી એક દિવસ….

બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાંથી એક આમિર ખાન તેના અભિનયને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. બોલીવુડમાં અત્યાર સુધી તેને ઘણી બધી હિટ ફિલ્મો આપી છે, ત્યારે હવે થોડા જ દિવસમાં તે તેની આગામી ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” લઈને આવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી કરીના કપૂર ખાન છે. ત્યારે આ ફિલ્મની દર્શકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હાલ આમિર ખાન ફિલના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ રિલીઝ થવાને હવે માત્ર 2 દિવસનો સમય જ બાકી રહ્યો છે. 11 ઓગસ્ટથી આ ફિલ્મ થિયેટરમાં જોવા મળશે. ત્યારે આમિર તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશનના સંદર્ભમાં વાતચીત કરી રહ્યો હતો અને વાત કરતાં કરતાં તે ભાવુક થઈ ગયો હતો. એક નવા ઈન્ટરવ્યુમાં આમિરે તેના બાળપણના દિવસોમાં તેના ઘરની પરિસ્થિતિ કેવી હતી તે વિશે વાત કરી હતી.

આમિરે કહ્યું કે તે અને તેના બાકીના ભાઈ-બહેનો હંમેશા સ્કૂલની ફી ભરવામાં મોડા પડતા હતા. તેણે કહ્યું કે તે હંમેશા યાદ રાખે છે કે તેને આ કારણે શું સામનો કરવો પડ્યો હતો. હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે વાત કરતા આમિરે પોતાના બાળપણ વિશે જણાવ્યું. તેણે કહ્યું કે તેનો પરિવાર દેવામાં ડૂબેલો હતો અને આઠ વર્ષ સુધી તેને ખરાબ તબક્કામાંથી પસાર થવું પડ્યું હતું. આમિરે કહ્યું કે, તેના સ્કૂલના દિવસોમાં ક્લાસની ફી આ રીતે હતી. ધોરણ 6 માટે 6 રૂપિયા, 7મા ધોરણ માટે 7 રૂપિયા, 8મા ધોરણ માટે 8 રૂપિયા વગેરે.

આમિરે કહ્યું કે તે અને તેના બાકીના ભાઈ-બહેનો ‘ફી ચૂકવવામાં હંમેશા મોડું કરતા હતા’. પહેલા તેને એક કે બે વાર આ જમા કરાવવાની ચેતવણી આપવામાં આવતી અને પછી શાળાની એસેમ્બલીમાં આખી શાળાની સામે તેના નામની જાહેરાત કરવામાં આવતી. આ વાત કરતી વખતે આમિરની આંખોમાંથી આંસુ આવી ગયા.

આમિરના પિતા તાહિર હુસૈન અને માતા ઝીનત હુસૈન ફિલ્મ નિર્માતા હતા. તેણે ભૂતકાળમાં ઘણીવાર કહ્યું છે કે કેવી રીતે તેના પિતાએ જે ફિલ્મોમાં પૈસા લગાવ્યા હતા તે કામ નહોતું થયું અને તેના કારણે તેમના પર ઘણું દેવું થઈ ગયું. આમિર તેના ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટો છે. તેનો એક ભાઈ ફૈઝલ ખાન અને બે બહેનો છે- ફરહત ખાન, નિખત ખાન.

બાળપણમાં આમિર ફિલ્મ ‘યાદો કી બારાત’ (1973)માં બાળ કલાકાર તરીકે જોવા મળ્યો હતો. લીડ હીરોની ભૂમિકામાં તે પહેલીવાર ‘કયામત સે કયામત તક’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે જુહી ચાવલા હતી. હવે તે ટૂંક સમયમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે જેમાં કરીના કપૂર, મોના સિંહ અને નાગા ચૈતન્ય પણ છે.

Niraj Patel