આમીર ખાને રાજસ્થાનમાં ઉજવી ઈદ, ચાહકો એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા, જુઓ કેવો હતો નજારો, વાયરલ થયો વીડિયો

ગઈકાલે આખા દેશમાં ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ આ તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા, ઘણા સેલેબ્સે પાર્ટીનું આયોજન કર્યું તો કોઈ પોતાના ઘરની બહાર ચાહકોનું અભિવાદન કરવા માટે બહાર આવ્યા હતા અને તેમને ઈદની શુભકામનાઓ પાઠવી હતી.

ત્યારે બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન પણ ઈદની ઉજવણી કરવા માટે રાજસ્થાન પહોંચ્યા હતા. બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને આ વખતે તેની ઈદ ઝુંઝુનુના નવલગઢમાં મનાવી છે. તે તેના પુત્ર જુનૈદ ખાનની વેબ મૂવી “પ્રિતમ પ્યારે”ના શૂટિંગના કારણે છેલ્લા બે દિવસથી ઝુનઝુનુના નવલગઢમાં છે.

આમિર ખાનને મળવા માટે હજારોની સંખ્યામાં ચાહકો હોટલની બહાર પહોંચી ગયા હતા, આમિર ખાને પણ તેમના ચાહકોને નિરાશ કર્યા નહોતા અને તેમણે લાંબા સમય સુધી ચાહકો પાસેથી ઈદ મુબારકની શુભકામનાઓ લીધી અને શુભકામનાઓ પણ પાઠવી. આ પછી તે તેના ચાહકોને શુભેચ્છા પાઠવીને શૂટિંગ કરવા ગયો હતો.

આ દરમિયાન આમિર ખાનને મળવા આવેલા લોકો પણ ખૂબ જ ખુશ હતા. આમિર ખાને ઘણા ચાહકો સાથે હાથ પણ મિલાવ્યો હતો. સોશિયલ મીડિયામાં આમિર ખાનનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં આમિર ચાહકોનું અભિવાદન કરતો જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ચાહકો હોટલની બહાર ઉમટેલા દેખાય છે.

તમને જણાવી દઈએ કે આમિર ખાન તેના પુત્ર જુનૈદ ખાનની વેબ ફિલ્મ “પ્રિતમ પ્યારે”ના શૂટિંગ માટે આવ્યો છે. આ ફિલ્મમાં આમિર ખાન ગેસ્ટ રોલમાં જોવા મળશે. આ પહેલા રાત્રે પણ મોટી સંખ્યામાં લોકો આમિર ખાનને મળવા આવ્યા હતા પરંતુ શૂટિંગનો પહેલો દિવસ હોવાથી તે ચાહકોને મળ્યો નહોતો. તમને એ પણ જણાવી દઈએ કે લગભગ 10 વર્ષ બાદ આમિર ખાન ફરીથી નવલગઢ આવ્યો છે. આ પહેલા તે પીકેના શૂટિંગ દરમિયાન નવલગઢ આવી ચુક્યો હતો.

Niraj Patel