આમિર ખાને નીતા અંબાણી સાથે ‘પહેલા નશા’ પર કર્યો ડાંસ, અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં ચાલ્યો ઉદિત નારાયણના અવાજનો જાદુ

આમિર ખાને નીતા અંબાણી સાથે ઉદિત નારાયણના ‘પહેલા નશા’ પર કર્યો ડાંસ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીનો ત્રીજો અને અંતિમ દિવસ ખૂબ જ ખાસ હતો. ત્રીજા દિવસે અરિજીત સિંહ, લકી અલી, શ્રેયા ઘોષાલ અને ઉદિત નારાયણ જેવા સિંગરોએ પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો. આ તમામ સિંગરે તેમના સુંદર ગીતો દ્વારા મહેમાનોનું મનોરંજન કર્યું હતું અને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે આ સિંગર ગીતો ગાઈ રહ્યા હતા ત્યારે બોલિવૂડ સ્ટાર્સ અને અન્ય મહેમાનો ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા.

હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને નીતા અંબાણીના એકસાથે ડાંસ કરતા જોવા મળે છે. ઉદિત નારાયણ સ્ટેજ પર આમિર ખાનની ફિલ્મ ‘કયામત સે કયામત તક’નું ‘પહેલા નશા’ ગીત ગાઇ રહ્યા હતા ત્યારે સ્ટેજ નીચે આમિર ખાન નીતા અંબાણી સાથે આ ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો.

આ ઉપરાંત અનંત અને રાધિકા પણ આ ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન 1 માર્ચ શુક્રવારથી શરૂ થયું હતું.

ગુજરાતના જામનગરમાં ત્રિ-દિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે બિઝનેસ ટાયકૂન્સ અને ઉચ્ચ-પ્રોફાઇલ રાજકારણીઓએ હાજરી આપી હતી. હોલિવૂડ અને બોલિવૂડ સ્ટાર્સની સાથે સાથે દુનિયાભરના ક્રિકેટરો પણ આ ઈવેન્ટમાં ગ્લેમર ઉમેરવા આવ્યા હતા. જણાવી દઇએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ગયા વર્ષે મુંબઈમાં ગોળ ધાણા સેરેમનીમાં સગાઈ કરી હતી. તેમના લગ્ન જુલાઈ 2024માં થવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Snehkumar Zala (@snehzala)

Shah Jina