બોલિવુડ સ્ટાર્સ કરીના-કરિશ્મા-રણબીર કપૂરની ફોઇ રીમા જૈનના નાના દીકરા આદર જૈને ગત રોજ તેની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી સાથે લગ્ન કર્યા. 21 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં બંનેના ભવ્ય લગ્ન થયા, જેમાં કપૂર પરિવાર સહિત અનેક હસ્તિઓએ હાજરી આપી. લગ્નના ખાસ દિવસે અલેખા અડવાણીએ લાલ લહેંગો પહેર્યો હતો, જેના પર સોનેરી રંગનું કામ હતું.
આ લહેંગા સાથે તેણે ભારે નીલમણિના ઘરેણાં, બંગડીઓ પહેરી અને મેકઅપ સાથે લુકને પૂર્ણ કર્યો. ત્યાં આદર જૈને ગોલ્ડન ઓફ વ્હાઇટ શેરવાની પહેરી હતી.લગ્ન પછી બંને બહાર આવ્યા અને પેપ્સ સામે પોઝ આપ્યા. છેલ્લા કેટલાક દિવસોથી કપલના પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા હતા. મહેંદી સેરેમની સહિત અનેક ફંક્શનના ફોટા-તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા.
કરીના કપૂર, કરિશ્મા કપૂર, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, નીતૂ કપૂર અને રિદ્ધિમા કપૂર સહિત આખા કપૂર પરિવારે આદર અને અલેખાના લગ્નમાં હાજરી આપી હતી. એક તરફ કરીનાએ ભાઇના લગ્નમાં રેડ સાડી પહેરી લાઈમલાઈટ લૂંટી લીધી તો આલિયાએ પણ પિંક સાડીમાં ધમાલ મચાવી. ભારતીય લગ્ન પહેલા આ કપલે લગભગ એક મહિના પહેલા ગોવામાં વ્હાઇટ વેડિંગ કર્યા હતા, જેના ઘણા ફોટો-વીડિયો સામે આવ્યા હતા.
જો કે તે સમયે કપૂર પરિવારના ઘણા સભ્યો લગ્નમાં હાજરી આપી શક્યા ન હતા. આદર જૈન અને અલેખા અડવાણીના લગ્નમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. આ ભવ્ય લગ્નમાં કરીના કપૂર, કરિશ્મા કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અનન્યા પાંડે, સુહાના ખાન, રિદ્ધિમા કપૂર, નીતુ કપૂર, સૈફ અલી ખાન સહિત કપૂર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.
આ ઉપરાંત, બોલિવૂડની સદાબહાર દિવા રેખા પણ લગ્નમાં પહોંચી હતી અને હંમેશની જેમ તેણે પોતાના શાહી સાડી લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.જણાવી દઈએ કે આદર જૈન અલેખા પહેલા બોલિવુડ એક્ટ્રેસ તારા સુતારિયા સાથે રિલેશનશિપમાં હતો. બંનેએ લગભગ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી અલગ થઇ ગયા.
અલેખા આદર અને તારાની કોમન ફ્રેન્ડ હતી. તે ઘણીવાર આદર અને તારા સાથે જોવા મળતી. જો કે 2023માં તારા સુતારિયા અને આદરનું બ્રેકઅપ થયું, તેના થોડા સમય પછી આદરે અલેખા સાથેના પોતાના સંબંધોને સત્તાવાર બનાવ્યા. આદરે અલેખાને સપ્ટેમ્બર 2023માં બીચ પર પ્રપોઝ કર્યું હતું.
View this post on Instagram
નવેમ્બર 2023માં તેમણે સોશિયલ મીડિયા પર એક પ્રિય પોસ્ટ દ્વારા તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા, જેમાં તેણે અલેખાને “જીવનનો પ્રકાશ” ગણાવી. વર્ષ 2017માં ફિલ્મ ‘કૈદી બૈંડ’ થી ડેબ્યૂ કરનાર આદર છેલ્લે ફિલ્મ ‘હેલો ચાર્લી’ માં જોવા મળ્યો હતો.
View this post on Instagram
આદરના મહેંદી ફંક્શનનો એક વીડિયો વાયરલ થયો હતો, જેના પછી તેને લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેણે સ્પીચમાં ટાઈમપાસ શબ્દનો ઉપયોગ કર્યો, જેને કેટલાક લોકોએ તેના ભૂતકાળના સંબંધો પર મજાક તરીકે લીધો.
View this post on Instagram
જો કે, આ દંપતીના ચાહકોએ તેમનો બચાવ કરતા કહ્યું કે તેમના શબ્દોને ગેરસમજ કરવામાં આવ્યા છે.
View this post on Instagram