સેલ્ફીના ચક્કરમાં ગયો વડોદરાની મહિલાનો જીવ, રાજપીપળાના ધોધ પર પતિ સાથે ફોટો પડાવતી હતી અને મળ્યું ભયંકર મોત

સેલ્ફી લેવાનો ચસ્કો ભારે પડ્યો, વડોદરાની આ મહિલા ધોધમાં ડૂબી ગઈ, જુઓ તસવીરો

A woman died while taking a selfie : રજાઓ આવતા જ ગુજરાતીઓ ફરવા માટે જતા હોય છે, તેમાં પણ હવે નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થયા બાદ અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે જતા હોય છે. આસપાસ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં શનિ રવિની રજાઓમાં લોકો ફરવા જતા હોય છે. ત્યારે આ દરમિયાન કેટલીક દુર્ઘટનાઓની પણ ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ એક એવી જ ઘટના સામે આવી છે જેમાં એક મહિલાનું સેલ્ફી લેવા જતા મોત થયું.

નર્મદા જિલ્લામાં ફરવા ગયું હતું દંપતી :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાનું એક દંપતી રાજપીપળા તરફ ફરવા માટે ગયું હતું, જ્યાં આવેલા ધોધમાં નાહવા માટે ગયા હતા. આ દરમિયાન પતિ અને પત્ની ફોટો લઇ રહ્યા હતા ત્યારે જ પત્નીનો પગ લપસી ગયો અને પત્ની પાણીમાં ગરકાવ થઇ ગઈ, જેના બાદ પાણીમાંથી પત્નીનો મૃતદેહ બહાર આવ્યો હતો, આ ઘટનાને લઈને પરિવારમાં પણ માતમ છવાયો હતો. વડોદરાથી ફરવા માટે ગયેલા આ પરિવારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવી દુર્ઘટના ઘટશે.

(પ્રતીકાત્મક તસવીર(

સેલ્ફી લેવા જતા પગ લપસ્યો :

આ પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાનો રહેવાસી હતો અને હાલ તે વડોદરાના એરીશ સિંગરોટ દીવાળીપુરા ખાતે મકાન નંબર A-302માં રહેતા હતા. ગત રોજ 52 વર્ષીય જય ભરતી શંકર ભરતી પોતાની 47 વર્ષીય પત્ની ગીતા ભારતી સંજય ભારતી સાથે બે દિવસની રજા હોય નર્મદા જિલ્લાના પ્રવાસે ગયા હતા. જ્યાં તેઓ રાજપીપળા પાસે આવેલા જીતનગર નજીકના ધોધ પર ગયા હતા. આ દરમિયાન જ પત્ની પોતાના પતિ સાથે મોબાઈલમાં સેલ્ફી લઇ રહી હતી.

(પ્રતીકાત્મક તસવીર(

પરિવારમાં માતમ :

આ દરમિયાન જ પત્નીનું બેલેન્સ બગડ્યું હતું અને તે ધોધના પાણીમાં માથાભેર પડી ગઈ હતી. જેના બાદ પત્નીની શોધખોળ કરતા અંતે મૃતદેહ મળી આવ્યો હતો, સેલ્ફી લેવાના ચક્કરમાં જ મહિલાને મોત મળ્યું. આ ઘટનાને લઈને પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો. મૃતદેહને વડોદરા લાવીને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Niraj Patel