હે ભગવાન… આ શું થઇ રહ્યું છે ? સુરતમાં યુવાનનો હાર્ટ એટેકે લીધો ભોગ, ઘરમાં જ બેઠા બેઠા છાતીમાં દુખાવો થયો અને હોસ્પિટલ લઇ જતા જ….

સુરતમાં વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ એટેકના કારણે ગુમાવ્યો જીવ, પરિવારમાં છવાયો માતમ..

A 40-year-old man died of a heart attack in Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. તેમાં પણ નાની ઉંમરના બાળકો અને યુવાનોને હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. કોઈને રમતા રમતા, તો કોઈને ડ્રાઈવિંગ કરતા કરતા પણ હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટનાઓ સામે આવી છે, તો કોઈને બેઠા બેઠા પણ હાર્ટ એટેક આવી જાય છે, હાલ વધુ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક યુવકને હાર્ટ એટેક આવતા જ તેનું મોત થયું છે.

40 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઉગત વિસ્તારમાં રહેતા 40 વર્ષીય ચૈતન્ય પટેલ પોતાન ઘરે જ હતા. આ દરમિયાન જ અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે તેને પોતાના પરિવારજનોને આ નાગે ફરિયાદ કરતા તેને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

પરિવારમાં છવાયો માતમ :

પરિવારના આશાસ્પદ યુવકનું આકાળે હાર્ટ એટેકના કારણે મોત તથા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. તેમજ આસપાસના રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સતત વધી રહેલા હાર્ટ એટેકના મામલાઓ રાજ્ય માટે પણ ચિંતાનો વિષય બની ગયા છે. હાર્ટ એટેક કારણે રોજ કોઈને કોઈના મોતની ઘટનાઓ સામે આવતી રહે છે.

Niraj Patel