પોતાની પાછળ કેટલા કરોડની સંપત્તિ છોડી ગઇ કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા, ફિલ્મોથી દૂર હોવા છત્તાં પણ આવી રીતે કરતી હતી કમાણી

મોડેલ અને એક્ટ્રેસ શેફાલી જરીવાલાએ 42 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. કાંટા લગા ગર્લના અચાનક અવસાનથી બધા આઘાતમાં છે. ચાહકો અને ઘણા સેલેબ્સ પોસ્ટ કરીને અભિનેત્રીના આઘાતજનક અવસાન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેફાલીનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે.

આ બધા વચ્ચે ચાલો તમને જણાવીએ કે શેફાલી જરીવાલા પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગઇ. વર્ષ 2002માં રિલીઝ થયેલા મ્યુઝિક આલ્બમ કાંટા લગાથી શેફાલી જરીવાલા રાતોરાત સ્ટાર બની ગઈ હતી અને આ પછી તેને કાંટા ગાલા ગર્લનું બિરૂદ મળ્યુ. આ પછી તે ફિલ્મો અને ટીવી રિયાલિટી શોમાં જોવા મળી.

તે ટીવી શો બૂગી-વૂગી, નચ બલિયે 5 અને નચ બલિયે 7 સહિત સલમાન ખાનના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસની 13મી સીઝનમાં પણ જોવા મળી હતી. આ શોથી તેને ઘણી લોકપ્રિયતા મળી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેફાલી જરીવાલાની કુલ સંપત્તિ લગભગ 1 મિલિયન ડોલર એટલે કે લગભગ 7થી8 કરોડ રૂપિયા છે.

જો કે, આ આંકડા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. શેફાલી જરીવાલાએ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ઇન્સ્ટાગ્રામ પ્રમોશન, રિયાલિટી શો, ઇવેન્ટમાં હાજરી અને વ્યવસાયિક રોકાણોમાંથી ઘણી કમાણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી એક શો માટે લાખો રૂપિયા ફી વસૂલતી હતી. શેફાલી જરીવાલા 35 થી 40 મિનિટના પ્રદર્શન માટે 10 લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયા ફી વસૂલતી હતી.

ભલે શેફાલી જરીવાલા હાલમાં ફિલ્મોમાં નહોતી જોવા મળતી પણ તેમ છતાં તેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હતી. ફિલ્મોથી દૂર હોવા છત્તાં પણ તેની બ્રાન્ડ વેલ્યુમાં કોઈ ઘટાડો થયો નહોતો. 2002 માં મ્યુઝિક વીડિયો કાંટા લગા ગીત માટે તેને ફી તરીકે માત્ર સાત હજાર રૂપિયા જ મળ્યા હતા. જો કે આ વીડિયો સોંગ હિટ થયા પછી તેની ફી લાખો રૂપિયા સુધી પહોંચી ગઈ.

Previous Article

'હું અમનની છુ...મને ટચ કર્યુ તો 35 ટુકડા...' સુહાગરાત પર પતિને આપ્યો આઘાત, ઘુંઘટ નીચે તેજ ચાકુ લઇને બેઠી હતી નવી નવેલી દુલ્હન

Next Article

છોકરીએ રસ્તા વચ્ચે જ કરી એવી હરકત કે..કોઇ છુપી રીતે બનાવવા લાગ્યુ વીડિયો તો કોઇ ચોરાવી રહ્યુ હતુ નજર- જુઓ વીડિયો

error: Protected Content!