આંખોમાં આંસુ સાથે મનારા ચોપરાએ આપી પિતાને અંતિમ વિદાય, માતા અને બહેનની રડી રડીને હાલત ખરાબ

‘બિગ બોસ 17’ ફેમ મનારા ચોપરાના પિતા રમણ રાય હાંડાનું 16 જૂને અવસાન થયું હતું, જેના પછી તેના પરિવારને ઊંડો આઘાત લાગ્યો છે. મનારા અને તેની નાની બહેન મિતાલીએ પિતા ગુમાવ્યા છે. ત્યારે પિતાના નિધન બાદ મનારા ચોપરા ખૂબ જ દુખી છે. નિધન બાદ તેમના મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન મનારાની માતા ખૂબ જ દુઃખી દેખાતી હતી.

મનારા અને તેની બહેન મિતાલીના આંસુ પણ અટકતા નથી. મનારા તેના પિતાને અંતિમ વિદાય આપતી વખતે ખૂબ જ ભાવુક દેખાતી હતી. મનારાના પિતાના પાર્થિવ શરીરને મુંબઈના ઓશિવારા સ્મશાન ગૃહ લઈ જવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને પરિણીતી ચોપરાના પિતા પણ મનારા સાથે જોવા મળ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ચોપરા તેના કામને કારણે તેના કાકાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકી ન હતી. મનારા ચોપરાના પિતાના અંતિમ સંસ્કાર દરમિયાન વરસાદ પડી રહ્યો હતો. ભારે વરસાદ વચ્ચે, મનારા ચોપરા અને મિતાલી ચોપરા તેમના પિતાના પાર્થિવદેહને સ્મશાનગૃહ સુધી લઈ ગયા. બંને બહેનોએ પૂરી હિંમત અને લાગણી સાથે પિતાની અંતિમ યાત્રામાં ભાગ લીધો.

મનારા પોતાની જાતને કાબૂમાં રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરતી જોવા મળી, જ્યારે મિતાલી તેના પિતાના નિધનથી ઊંડા આઘાતમાં જોવા મળી. તેના ચહેરા પર દુ:ખ અને પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ દુઃખદ ક્ષણમાં, ચોપરા પરિવારના અન્ય સભ્યો અને પિતરાઈ ભાઈ-બહેનો પણ બંને બહેનો સાથે જોવા મળ્યા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

પિતાને છેલ્લી વાર જોઈને મનારા પોતાની જાતને કાબૂમાં ના રાખી શકી અને રડતી રડતી બેહોશ થવા લાગી. આ દરમિયાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મનારા તેના પિતાને અંતિમ વિદાય આપતી વખતે ખૂબ જ ભાવુક દેખાતી હતી. રમણ રાય હાંડા 72 વર્ષના હતા અને છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

બુધવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મનારા ચોપરાના પિતાના પાર્થિવ શરીરને ફૂલોથી શણગારેલી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યું. ત્યારબાદ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી.

Previous Article

અમદાવાદ પ્લેન ક્રેશ ! 190 લોકોના DNA થયા મેચ, 159 મૃતદેહ પરિવારને સોંપાયા...3 પરિવારે નોંધાવી મિસિંગની ફરિયાદ, હજુ પણ સિવિલમાં 7 દર્દી દાખલ

Next Article

રાત્રે સૂઇ રહી હતી મહિલા અને કાનમાં ઘૂસ્યો સાપ ! વાયરલ વીડિયો જોઇ રૂંવાડા ઊભા થઇ જશે

error: Protected Content!