1 સેકન્ડ માટે પણ દીકરી આરાધ્યનો હાથ નથી છોડતી એશ્વર્યા રાય, મા-દીકરીની હરકત જોઇ યુઝર્સનું સનક્યુ માથુ; જુઓ વીડિયો

‘આરાધ્યા સાથે તકલીફ છે?’ નિશાના પર એશ્વર્યા, Cannes ના વીડિયોમાં મા-દીકરીની હરકત જોઇ યુઝર્સનું સનક્યુ માથુ

ઐશ્વર્યા રાય બચ્ચન ઘણા સમયથી સમાચારમાં છે. તાજેતરમાં જ ઐશ્વર્યા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં ઐશ્વર્યાના બે લુક જોવા મળ્યા. ત્યારે હવે ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યા બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકોનું માથુ ભમી ગયુ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઐશ્વર્યા એક સેકન્ડ માટે પણ તેની દીકરીનો હાથ નથી છોડી રહી.

ઐશ્વર્યા રાય બચ્ચન લગભગ 20 વર્ષથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ છે. તેને કાન્સની ક્વીન પણ કહેવામાં આવે છે. આ વખતે અભિનેત્રીએ સફેદ સાડીમાં સિંદૂર સાથે ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું. બીજા લુકમાં અભિનેત્રીએ બ્લેક ગાઉન પહેર્યુ હતુ. આ લુકમાં એશ્વર્યા અને આરાધ્યાનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એશ તેની રાજકુમારીનો હાથ પકડીને કાન્સના રેડ કાર્પેટ પર ચમકવા જઈ રહી છે.

તે કોરિડોરમાં તેની દીકરી પર ખૂબ પ્રેમ વરસાવી રહી છે. પરંતુ ઐશ્વર્યા જે રીતે દીકરીનો હાથ પકડી રહી છે તેનાથી લોકો નારાજ છે અને યુઝર્સ આ અંગે તેને જોરદાર ટોણો મારી રહ્યા છે. વાયરલ વીડિયોમાં ઐશ્વર્યા તૈયાર થઈને કોરિડોરમાંથી બહાર આવી રહી છે, તેણે તેની દીકરી આરાધ્યાનો હાથ પકડી રાખ્યો છે. તે ચાલી રહી છે, અને દીકરીને કિસ પણ કરી રહી છે, પરંતુ એક ક્ષણ માટે પણ તેનો હાથ છોડતી નથી. લોકો આના પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘બેબી?’ હવે આરાધ્યા 15 વર્ષથી વધુ ઉંમરની છે.

બીજાએ લખ્યું- “આ કોઈ સામાન્ય બાળક નથી.તે હંમેશા તેનો હાથ પકડી રાખે છે, જાણે તે 2 વર્ષની છોકરી હોય.” અન્ય એકે લખ્યું- “દીકરીમાં શું વાંધો છે? તે સમજી શકે તેવું છે કે તે એક બાળક છે, પરંતુ 10 વર્ષનું બાળક પણ પરિપક્વ વર્તન કરે છે. બીજાએ લખ્યું, ‘માફ કરશો જો આનાથી કોઈને દુઃખ થાય… પણ આ સ્ત્રી મેં ક્યારેય જોયેલી ઓવરપ્રોટેક્ટિવ માતા છે…આ બિચારી છોકરી તેની માતાને વળગી રહી છે.’

Previous Article

65 વર્ષના કાકાએ 25 વર્ષની છોકરી સાથે કર્યા લગ્ન? બોલ્યા- તમે લોકોએ મને સમજી શું રાખ્યો હતો...

Next Article

કેન્સર સામે ઝઝૂમી રહેલી યુવા ઇન્ફ્લુએન્સરનું 19 વર્ષની વયે થયુ નિધન, શોકમાં ડૂબ્યા ચાહકો

error: Protected Content!