વધુ એક ગુજરાતી પરેશભાઇ પટેલની અમેરિકામાં હત્યા ! લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસ્યો શખ્સ અને કર્યુ ફાયરિંગ; જુઓ તસવીરો

અમેરિકામાંથી એક દુખદ ઘટના સામે આવી, વધુ એક ગુજરાતીની અમેરિકામાં ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી. મૂળ કલોલના ડિંગૂચા ગામના પરેશભાઇ પટેલ પર યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રાહક તરીકે આવેલ એક વ્યક્તિએ ગોળી ચલાવી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. પરેશ પટેલ જ્યારે દુકાનમાં હતા ત્યારે હત્યારો ગ્રાહક તરીકે દુકાનમાં આવ્યો.

આ હત્યારાએ પહેલા કેશ કાઉન્ટર પર પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો. પટેલ તેની સૂચનાઓનું પાલન કરતો હોય તેવું સીસીટીવીમાં જોવા મળ્યુ. જો કે હત્યારાએ બધા પૈસા લૂંટ્યા અને પછી ગોળી મારીને હત્યા કરી દીધી. એવી માહિતી છે કે પરેશ પટેલ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહેતો હતો અને ત્યાં જ નોકરી કરતો હતો.

જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ ગુજરાતના મહેસાણાના કનોડા ગામના 54 વર્ષિય પ્રદીપ પટેલ અને તેમની 24 વર્ષિય દીકરીની અમેરિકાના વર્જિનિયામાં સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ અંગે પરિવારના કહેવા મુજબ ‘હત્યારો આખી રાતથી સ્ટોરની બહાર જ બેઠો હતો. સવારે તે લીકર લેવા આવ્યો હતો. રાતે સ્ટોર કેમ ચાલુ નથી રાખતા કહીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના પહેલા ડીંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યો અમેરિકા ઇલિગત જતા હતા અને તે સમયે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.

ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરતા બરફમાં ફસાઈ જવાથી તેમનું મોત થયું હતું. જગદીશ પટેલ (39 વર્ષ), વૈશાલી પટેલ (37 વર્ષ) અને તેમનાં બાળકો વિહાંગી (11 વર્ષ) અને ધાર્મિક (ત્રણ વર્ષ)નાં મૃતદેહો ગત વર્ષે 19 જાન્યુઆરીએ અમેરિક-કૅનેડા સરહદ પરથી મળી આવ્યા હતા.

Previous Article

કાન્સ રેડ કાર્પેટ પર એશ્વર્યાનો દેસી લુક, માગમાં સિંદૂર -સાડી અને પિંક જ્વેલરીમાં ખૂબસુરત નજર આવી એક્ટ્રેસ; જુઓ બ્યુટીફૂલ તસવીરો

Next Article

માંગમાં સિંદૂર, મહારાણી લુકમાં એશ્વર્યા રાયે કાન્સમાં લગાવ્યા ચાર ચાંદ, વ્હાઇટ રોયલ સાડીમાં જોઇ ચાહકો થયા પાગલ

error: Protected Content!