કેનેડામાં ચાર દિવસથી લાપતા હતી ભારતની સ્ટુડન્ટ વંશિકા, હવે બીચ પર મળી લાશ, નેતાની દીકરી હતી, જુઓ તસવીરો

કેનેડાની રાજધાની ઓટાવામાં એક ભારતીય વિદ્યાર્થીનીના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીની છેલ્લા 3-4 દિવસથી ગુમ હતી, અને હવે તેનો મૃતદેહ ઓટાવા બીચ નજીકથી મળી આવ્યો છે. સ્થાનિક પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. ભારતીય હાઈ કમિશને આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે, તે પીડિત પરિવારના સંપર્કમાં છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, વિદ્યાર્થીનીની ઓળખ 21 વર્ષીય વંશિકા સૈની તરીકે થઈ છે, જે આમ આદમી પાર્ટીના નેતા દવિંદર સૈનીની પુત્રી છે.

મળતી માહિતી મુજબ, વંશિકા ભારતથી અભ્યાસ માટે કેનેડા ગઇ હતી. વંશિકા 25 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યે ભાડાનો રૂમ શોધવા માટે ઘરની બહાર નીકળી હતી. આ પછી તે પાછી ફરી નહીં અને તેનો ફોન પણ બંધ હતો. તેણે એક મહત્વની પરીક્ષા પણ આપી નહોતી. ઘણા દિવસો સુધી તેનો કોઈ પત્તો ન મળતાં સ્થાનિક સમુદાય અને પોલીસે તેની શોધખોળ તેજ કરી.

મંગળવારે પોલીસને માહિતી મળી કે ઓટાવા બીચ નજીક એક લાશ જોવા મળી છે, જેની ઓળખ પાછળથી વંશિકા તરીકે થઈ. ભારતીય હાઈ કમિશને સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, “ઓટાવામાં ભારતીય વિદ્યાર્થી વંશિકાના મૃત્યુના સમાચાર સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે. આ મામલો સંબંધિત અધિકારીઓ સાથે ઉઠાવવામાં આવ્યો છે, અને સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ તપાસ ચાલી રહી છે. અમે શોકગ્રસ્ત પરિવાર અને સ્થાનિક સમુદાય સાથે નજીકના સંપર્કમાં છીએ.”

File Pic

જણાવી દઇએ કે, પોલીસે હજુ સુધી મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી અને તપાસ દરમિયાન તમામ સંભવિત પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. શરૂઆતની તપાસમાં શરીર પર ઇજાના કોઈ નિશાન મળ્યા નથી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાથી કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે, વંશિકાને 25 એપ્રિલે IELTS પરીક્ષા પણ આપવાની હતી.

પરીક્ષા પછી જ્યારે તેના મિત્રો તેને શોધવા ગયા ત્યારે તેમને ખબર પડી કે તે ત્રણ દિવસથી ગુમ હતી. ચિંતિત થઈને, તેના મિત્રોએ સ્થાનિક અધિકારીઓને જાણ કરી. પછી તેમણે ભારતીય સમુદાયનો સંપર્ક કર્યો. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઓટાવા નજીકના બીચ પર તેમનો મૃતદેહ મળી આવતાં તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા.

Previous Article

સુરતનો અજીબોગરીબ કિસ્સો ! 23 વર્ષિય ટીચર 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઇ- ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચઢયું

Next Article

પહેલગામમાં અમદાવાદી ઝિપલાઇન કરતો'તો ને અચાનક..રાઈડવાળો બોલ્યો ‘અલ્લાહુ અકબર’? જુઓ વીડિયો

error: Protected Content!