મનોજ કુમારના કાલે થશે અંતિમ સંસ્કાર, દીકરા કુણાલ ગોસ્વામીએ જણાવ્યુ છેલ્લા સમયમાં કેવી હતી હાલત અને કોના સાથે કરતા હતા વાત
‘ભારત કા રહેને વાલા હૂં… ભારત કી બાત સુનતા હૂં…’ થી દેશ અને દુનિયામાં પ્રખ્યાત થયેલા અભિનેતા મનોજ કુમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 87 વર્ષની વયે કોકિલાબેન હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ તેમની પાછળ પત્ની શશી ગોસ્વામી અને પુત્ર કુણાલ ગોસ્વામીને છોડી ગયા છે. મનોજ કુમારના પુત્ર કુણાલ ગોસ્વામીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે પણ પિતાની જેમ હીરો બનવા માગતા હતા અને તેમણે આ માટે ખૂબ મહેનત પણ કરી.

જો કે તેમની કારકિર્દી આગળ વધી શકી નહીં અને હવે તેઓ કેટરિંગનો વ્યવસાય ચલાવે છે. પિતા મનોજ કુમારના નિધન પર સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું, ‘નમસ્તે જી, હું કુણાલ ગોસ્વામી છું.’ કમનસીબે, મારા પિતા મનોજ કુમારજીનું આજે સવારે 3:30 વાગ્યે કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ ઘણા સમયથી બીમાર હતા પરંતુ તેમણે ખૂબ જ હિંમતથી બધું જ લડ્યું અને તે ભગવાનની કૃપા, શિરડી બાબાની દયા છે કે તેઓ શાંતિથી આ દુનિયા છોડી ગયા. તેમના અંતિમ સંસ્કાર કાલે સવારે થશે. સાઈ રામ.’

કુણાલ ગોસ્વામીએ જણાવ્યું કે તેમના પિતા મનોજ કુમાર ઘણા વર્ષોથી બીમારીથી પીડાતા હતા. તે બે મહિનામાં 88 વર્ષના થવાના હતા. જો કે આ પહેલા જ તેમનુ અવસાન થઇ ગયું. તેઓ બધા સાથે વાત કરતા હતા. ખાસ કરીને પૌત્રો અને તેમના સૌથી નાના નાતિ સાથે… બધા સાથે કરતા હતા. તે ખૂબ ખુશ હતા. બસ થોડી તકલીફમાં હતા કારણ કે અસ્વસ્થ હતા અને ઉંમરને કારણે પણ થોડી તકલીફમાં હતા. મનોજ કુમારની ફિલ્મો વિશે વાત કરતાં પુત્ર કુણાલ ગોસ્વામીએ કહ્યું કે- પિતા વાસ્તવિક જીવનમાં દરેક સાથે જોડાયેલા હતા.

તેમણે ‘ઉપકાર’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘પૂરબ પશ્ચિમ’ જેવી ફિલ્મો આપી. આ ફિલ્મો તે સમય દરમિયાન પણ સુસંગત હતી અને ભવિષ્યમાં પણ એટલી જ સુસંગત રહેશે. મનોજ કુમારના નિધન પર પીએમ મોદી અને અન્ય સિનેમા દિગ્ગજો દ્વારા વ્યક્ત કરાયેલા શોક અંગે કુણાલ ગોસ્વામીએ કહ્યું કે હું પીએમ મોદીનો પ્રેમ દર્શાવવા બદલ આભાર માનું છું. મારા પિતા પ્રત્યે પ્રેમ દર્શાવવા બદલ હું બધાનો આભાર માનું છું.
#WATCH | Veteran actor Manoj Kumar passed away at the Kokilaben Dhirubhai Ambani Hospital early this morning at around 3:30 AM.
His son, Kunal Goswami, says, “…He has had health-related issues for a long time. It’s the grace of the god that he bid adieu to this world… pic.twitter.com/bTYQnXNHcF
— ANI (@ANI) April 4, 2025