એક જ છત નીચે ત્રણેય ખાન ! આમિર ખાનના ઘરે પહોંચ્યા શાહરૂખ-સલમાન, એક્ટરના 60માં બર્થ ડે પહેલા જામી ત્રણેય Khan’s ની તીગડી

મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન 14 માર્ચે પોતાનો 60 મો જન્મદિવસ ઉજવશે. બુધવારે સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન આમિરના ઘરે જોવા મળ્યા હતા. કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં શાહરૂખ અને સલમાન ‘દંગલ’ અભિનેતાના ઘરે જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે આખરે એવું શું મોટુ સરપ્રાઇઝ આવવાનું છે કે ત્રણેય ખાન એક જ છત નીચે જોવા મળ્યા. બુધવારે રાત્રે આમિર ખાનના ઘરે સ્ટાર્સથી ભરપૂર મેળાવડો હતો.

જ્યારે શાહરૂખ અને સલમાન મોડી રાત્રે તેના ઘરે જોવા મળ્યા, ત્યારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે આ વખતે આમિર ખાનનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. વીડિયોમાં જોઈ શકાય છે કે આમિર તેના ઘરની બિલ્ડિંગ પરથી નીચે આવી રહ્યો છે. શાહરૂખની મેનેજર પૂજા દદલાણી તેની સાથે છે. કિંગ ખાન બ્લેક હૂડીથી પોતાનો ચહેરો છુપાવી રહ્યો છે.

બીજા એક વીડિયોમાં, આમિર અને સલમાન ખાન એકસાથે વાત કરતા જોવા મળ્યા. બંનેને બિલ્ડિંગ પરથી નીચે ઉતરતા અને એકબીજા સાથે વાત કરતા જોઇ શકાય છે. વીડિયોમાં સલમાન ખાન સફેદ શર્ટમાં જોઈ શકાય છે. સલમાન ખાન તેના દબંગ અંદાજમાં જોવા મળ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે, તે કારમાં આમિર ખાનના ઘરે જતો જોવા મળ્યો. જો કે, શાહરૂખ અને સલમાન આમિરના ઘરે કેમ પહોંચ્યા તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

પરંતુ એવું માનવામાં આવે છે કે આમિરના 60મા જન્મદિવસ પહેલા, ત્રણેય કોઈ ભવ્ય ઉજવણીનું આયોજન કરી રહ્યા છે. આમિર ખાનના 60માં જન્મદિવસ પહેલા તેના ઘરે આ સુપરસ્ટાર્સની હાજરીથી એવું લાગી રહ્યું છે કે આ જન્મદિવસ કંઈક ખાસ બનવાનો છે. આ ઉજવણી કરવા માટે સલમાન ખાન અને શાહરૂખ ખાન આમિરના ઘરે પહોંચ્યા. ત્રણેયની આ દુર્લભ મુલાકાતના વીડિયો સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સામાન્ય દિવસોમાં કે કોઈ મોટા કાર્યક્રમમાં પણ તમે આ ત્રણેય મેગાસ્ટારને એકસાથે આટલી સરળતાથી નહિ જોઈ શકો. જણાવી દઇએ કે, ત્રણેય સ્ટાર્સ છેલ્લે જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા. આ ત્રણેયે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં ‘નાટુ નાટુ’ ગીત પર ડાન્સ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

આ દૃશ્ય ખરેખર અદ્ભુત હતું. શાહરૂખ, સલમાન અને આમિર ‘RRR’ ફિલ્મના ગીતના હૂક સ્ટેપ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે ખૂબ જ મસ્તી કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાન સુજોય ઘોષની ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. જ્યારે સલમાન ખાન એઆર મુરુગાદોસની ‘સિકંદર’માં જોવા મળશે. આમિર ખાનની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Previous Article

MI, CSK કે RCB કોણ જીતશે IPL 2025 ? આ દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી

Next Article

વિરાટની વિનમ્રતાએ પાડોશીઓનું જીત્યું દિલ! શમીની માતાના પગને સ્પર્શ કરવા પર પાકિસ્તાથી પણ આવી રસપ્રદ પ્રતિક્રિયા

error: Protected Content!