રેલવે ક્રોસિંગ પર જલ્દબાજી કરવી ‘પાપા કી પરી’ને પડી ભારે, આગળ જે થયુ તે જોઇ લોકોએ લઇ લીધી મોજ- જુઓ વીડિયો

 

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક મહિલા પોતે રેલવે ફાટક ઊંચકીને આગળ વધવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ ફાટક ઓળંગતાની સાથે જ અચાનક ફાટક નીચે પડી ગયો અને તે પોતાનું સંતુલન ગુમાવી ધડાકા સાથે જમીન પર પડી.

આ ઘટના કેદ થઈ ગઈ જવા પામી હતી, જે બાદ હવે આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ શેર થઈ રહ્યો છે, જેના પર યુઝર્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેલવે ક્રોસિંગ પરનો ફાટક બંધ હતો, જેના કારણે બધા ટ્રેન પસાર થવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ રાહ જોવાને બદલે આ મહિલાએ ઉતાવળ બતાવી અને હાથ વડે ફાટક ઊંચકીને નીચેથી પસાર થવાનો પ્રયાસ કર્યો.

થોડીવાર પછી મહિલા થોડી આગળ વધી કે અચાનક ફાટક પડી ગયો અને તે પોતાનું સંતુલન ગુમાવી જમીન પર પડી ગઇ. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ ગયો. કેટલાક લોકોએ તેને મહિલાની ઉતાવળની ભૂલ ગણાવી, જ્યારે અન્ય લોકોએ તેને રમૂજી ઘટના ગણાવી.

Previous Article

સ્ટ્રેપલેસ યલો બિકિનીમાં બેગમ કરીના કપૂરે બતાવ્યુ હુસ્ન, ફ્લોન્ટ કર્યો નો મેકઅપ લુક- ફિદા થયા ચાહકો

Next Article

ક્રિકેટર શુભમન ગિલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે અવનીત કૌરે શેર કરી કિલર તસવીરો, પુલ ફોટોઝ જોઇ ચાહકો થયા બેકાબૂ

error: Protected Content!