20-20 રૂપિયામાં પાણીની બોટલ વેચી રહી હતી અમ્મા, વ્યક્તિએ પહેલા પૂછી કિંમત- પછી હાથોમાં પકડાવી 9 લાખની ગડ્ડી

ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં આપણે વિવિધ પ્રકારની વસ્તુઓ જોતા રહીએ છીએ. ઘણી વખત એવું બને છે કે આપણને અમુક વીડિયો ખૂબ જ ગમે છે અને આપણે તેને ના માત્ર વારંવાર જોઇએ છીએ પરંતુ અન્ય લોકો સાથે શેર પણ કરીએ છીએ. આવો જ એક રસપ્રદ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે લોકોના દિલને સ્પર્શી રહ્યો છે. આ વીડિયોમાં પણ કંઈક આવું જ છે.

વીડિયોમાં એક વ્યક્તિ પહેલા રસ્તાના કિનારે પાણીની બોટલ વેચતી મહિલાને પાણીની કિંમત પૂછે છે. તે ખૂબ જ સસ્તા ભાવે પાણીની બોટલો વેચતી હતી, ત્યારબાદ તે વ્યક્તિએ જે કર્યું તે આશ્ચર્યજનક હતું. વાયરલ થઈ રહેલ વીડિયો જોઈને તમે પણ તેની પ્રશંસા કરતા પોતાને નહીં રોકી શકો. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા રસ્તાના કિનારે પાણીની બોટલો વેચી રહી છે. એક માણસ આવીને પૂછે છે કે પાણીની બોટલની કિંમત કેટલી છે. મહિલા ખૂબ જ પ્રેમથી કહે છે કે 20 રૂપિયા.

તે વ્યક્તિ તેને એક બોટલ આપવાનું કહે છે પરંતુ 20 રૂપિયાને બદલે તે તેને 10 હજાર ડોલરની ગડ્ડી આપે છે. આ જોઈને સ્ત્રી આશ્ચર્યચકિત થઈ જાય છે અને પુરુષ કહે છે કે આ માસ્ટર શંકરે આપ્યું છે, રાખો. જો તમે ભારતીય ચલણમાં રૂપાંતરિત કરો છો, તો તે 8 લાખ 70 હજાર રૂપિયાથી વધુ થઈ જાય છે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર master.sanker નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. 17 ફેબ્રુઆરીએ શેર કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 33 લાખથી વધુ લોકોએ તેને જોયો છે, જ્યારે 70 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Eidan Sanker (@master.sanker)

Previous Article

રમકડાની જેમ 4 વાર પલટી ખાઇ ગઇ કાર, હવામાં ઉછળ્યા 2 લોકો...સામે આવ્યો હ્રદય ધ્રુજી જાય એવો એક્સીડન્ટનો વીડિયો

Next Article

ખુશખબરી: હોળી પર વિદેશ જવાનો ગોલ્ડન મોકો, આ એરલાઇન આપી રહ્યુ છે માત્ર 11 રૂપિયામાં ટિકિટ

error: Protected Content!