અંબાણી પરિવારની નાની વહુએ બોલિવુડના ગીતો પર લગાવ્યા ઠુમકા- આઇવરી લહેંગામાં બ્રાઇડ્સમેડ લુકથી ખેંચ્યુ ધ્યાન- જુઓ વીડિયો

અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચેંટએ બોલિવુડના ગીતો પર લગાવ્યા ઠુમકા- આઇવરી લહેંગામાં બ્રાઇડ્સમેડ લુકથી ખેંચ્યુ ધ્યાન- જુઓ

અંબાણી પરિવાર ઘણીવાર કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટે તેના લુક્સ અને કિલર મૂવ્સથી બધાનું ધ્યાન ખેંચ્યુ. રાધિકાએ તેની ફ્રેન્ડની સંગીત સેરેમનીમાં તેની ગર્લ ગેંગ સાથે ખૂબ ડાન્સ કર્યો. તેના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રાધિકાએ તેના બ્રાઇડ્સમેઇડ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતુ. આ દરમિયાન અંબાણીની નાની વહુએ સુંદર આઇવરી લહેંગો પહેર્યો હતો. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે તેની ગર્લ ગેંગ સાથે બોલિવૂડ ગીતો પર ડાન્સ કર્યો. હવે સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેમના શાનદાર ડાંસ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો રાધિકાના ડાન્સના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘સુંદર બટરફ્લાય.’

જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘તો શું તે ડાન્સ કરી રહી છે? તે પણ આપણા જેમ માણસો જ છે. જણાવી દઈએ કે ગયા વર્ષે 2024માં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. આ કપલના લગ્ન સમારોહમાં ઘણા VIP મહેમાનો હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

Previous Article

પ્રયાગરાજ જતી ટ્રેનમાં હંગામો, ભક્તોએ ટ્રેન પર કર્યો પથ્થરમારો, AC કોચના ગ્લાસ તોડી ઘૂસ્યા અંદર; જુઓ વીડિયો

Next Article

ઉર્ફી જાવેદના નવા અવતારે મચાવી ધમાલ, ‘સતી’ થી પ્રેરિત ગોલ્ડન ચક્ર ડ્રેસ પહેરી જીત્યુ દિલ; જુઓ વીડિયો

error: Protected Content!