સુપરસ્ટારની દીકરી છે આ હસીના, ક્યારેય નથી કરી એક પણ ફિલ્મ…250 કરોડની છે માલકીન; જુઓ તસવીરો

શું તમે ઓળખ્યા કે કોણ છે આ હસીના ? એ મોહતરમા જેના આગળ સારી સારી હિરોઇનો પણ ફેલ છે. તેના બાપ-દાદા ઇન્ડસ્ટ્રી પર રાજ કરતા હતા અને માં પણ તગડી એક્ટ્રેસ રહી ચૂકી છે. આજના સમયમાં તો તેના ભાઈ અને ભાભીનું રાજ છે. તો ચાલો આજે તેનો અને તેના પતિનો પરિચય કરાવીએ… આ મોહતરમાનો આખો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મજબૂત હિસ્સો રહ્યો છે. પરંતુ તે પોતે ફિલ્મોમાં નથી જોવા મળી.

આજકાલ તેના ભાઈ અને ભાભી બોલીવુડના સુપરસ્ટાર છે. આ હસીના બીજું કોઈ નહીં પણ ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી તેમજ રણબીર કપૂરની બહેન અને આલિયા ભટ્ટની નણંદ રિદ્ધિમા કપૂર છે. જેણે તેની માતા, પિતા અને ભાઈની જેમ ફિલ્મોમાં પ્રવેશ કર્યો નથી પણ તે પહેલીવાર સીરિઝ ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’નો ભાગ બની છે.

આ સીરીઝમાં નીલમ કોઠારી, શાલિની પાસી, મહિપ કપૂરથી લઈને સીમા સચદેહ સાથે સાથે તેમની અમીરી પણ જોવા મળી. રિદ્ધિમાના પતિ ભરત સાહની દિલ્લીના બિઝનેસમેન છે. રિદ્ધિમા પણ ત્યાં કામ કરે છે. તેનો જ્વેલરી ડિઝાઈનનો બિઝનેસ પણ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરતી રહે છે.

રિદ્ધિમા અને ભરત સાહનીના લગ્ન વર્ષ 2006માં થયા હતા, બંને કોલેજના સમયમાં મિત્રો રહ્યા છે. કહેવાય છે કે લગભગ 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. બંને એક સુંદર પુત્રી સમાયરાના માતા-પિતા છે. સમાયારા તેના મામા રણબીર અને મામી આલિયા ભટ્ટની જેમ એક્ટિંગ કરવા માંગે છે.

રિદ્ધિમા કપૂરના પતિ ભરત એક સફળ બિઝનેસમેન છે. તેમનો ગારમેન્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે. તેમની કંપનીનું નામ WearWell છે. GQના રિપોર્ટ અનુસાર, ભરત સાહનીની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 30 મિલિયન ડોલર એટલે કે લગભગ 250 કરોડ રૂપિયા છે.

ભરત 2002માં આ કંપની સાથે સંકળાયેલો હતો. ભરત અને રિદ્ધિમાનું ઘર દક્ષિણ દિલ્હીમાં છે. બંને પાસે એક ભવ્ય ઘર છે જેમાં જીમથી લઈને આલીશાન ઘર અને બગીચા સુધીની દરેક વસ્તુ છે.

Previous Article

દિવાળી પાર્ટીમાં અવનીત કૌર પહોંચી ગ્લેમર અવતારમાં, ભરાવદાર ફિગર જોઈને ગલગલીયા થઈ જશે - જુઓ હોટ તસવીરો

Next Article

દિવાળીમાં આ ખુબસુરત હિરોઈનનો ચમકતો અવતાર, ડીપ નેક બ્લાઉઝ પહેરીને દેખાડી ક્લીવેજ, જોતા જ બેહોંશ થઇ જશો દોસ્તો

error: Protected Content!