પિયર છોડી નહોતી જવા માગતી દુલ્હન, પછી ઘરવાળાએ આવી રીતે આપી વિદાય…જુઓ વીડિયો

આજકાલ ઈન્ટરનેટ પર ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક કોઈના લગ્નનો વીડિયો હોય કે કોઈના જન્મદિવસનો, તમામ વીડિયોમાં કંઈક અનોખું હોય છે, જેને જોવા માટે લોકો વારંવાર તે પોસ્ટ પર જાય છે. એક છોકરીની વિદાયનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બધાને ખબર છે કે લગ્નમાં છોકરીની વિદાયનો સીન સૌથી ઈમોશનલ હોય છે. ત્યારે હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં આ જ વિદાયનું દ્રશ્ય કેદ થયેલુ જોઇ શકાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી તેના માતા, પિતા, ભાઈ અને અન્ય સંબંધીઓને ગળે લાગી રડી રહી છે. વાસ્તવમાં, વીડિયોની શરૂઆતમાં છોકરી રડતી ઘરની બહાર નીકળતી જોવા મળે છે. પછી અચાનક તે અટકી જાય છે. વાસ્તવમાં કન્યા તેના સાસરે જવા માંગતી નથી અને તે ઘરની બહાર નીકળતી નથી. ત્યારે તેના પરિવારના લોકો ઘણા પ્રયત્નો કરે છે તો પણ તે ઘરની બહાર નીકળવા તૈયાર નથી.

ત્યારે ઘરની મહિલાઓ તેને કારમાં લઈ જવા કહે છે. તે પછી દુલ્હનનો ભાઈ બળજબરીથી છોકરીને પોતાના ખભા પર ઉઠાવીને લઈ જાય છે અને વરરાજાની કારમાં બેસાડી દે છે. આ દરમિયાન છોકરી જોરજોરથી ચીસો પાડવા લાગે છે અને તેને નીચે ઉતારવાની જીદ કરે છે. પરંતુ, ભાઇ તેને કારમાં પહોંચાડી જ દમ લે છે.

વિદાયની આ ક્ષણ જોઈને લોકોની આંખમાંથી આંસુ આવવાની જગ્યાએ લોકો હસી હસીને બઠ્ઠા વળી રહ્યા છે. આ વીડિયો જોયા પછી ઘણી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકોએ આ વીડિયોની મજાક ઉડાવી તો કેટલાકે દુલ્હનની ઈમોશનલ વિદાય જોઈને દુઃખ વ્યક્ત કર્યું.

Previous Article

મનીષ મલ્હોત્રાની દીવાળી પાર્ટીમાં સેલેબ્સનો જમાવડો, આલિયા ભટ્ટે પહેર્યો મહેંદી સેરેમનીનો લહેંગો તો રેખાનો જોવા મળ્યો દુલ્હન અવતાર

Next Article

ઓપન શર્ટ અને પેન્ટમાં દિશા પટનીએ ફ્લોન્ટ કરી જાળીદાર બિકિની- ન દેખાવાનું દેખાઈ જતા ફેન્સ ઉતેજીત થયા - જુઓ

error: Protected Content!