The Kerala Story ની અભિનેત્રી અદા શર્માનો થયો અકસ્માત ! ફેન્સ ચિંતામાં આવી ગયા, જાણો હવે કેવી છે હાલત

Adah Sharma Health Update: બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા તેની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ની સફળતાનો આનંદ માણી રહી છે. આ દરમિયાન અભિનેત્રી અને દિગ્દર્શક સુદીપ્તો સેન 14 મેના રોજ હિંદુ એકતા યાત્રામાં ભાગ લેવા માટે કરીમનગર જવાના હતા, પરંતુ તેમનો માર્ગ અકસ્માત થયો હોવાની ખબર સામે આવી રહી છે. હવે અદા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને તેની હેલ્થ અપડેટની જાણકારી આપી છે. અદા શર્માએ હાલમાં જ ટ્વિટ કર્યું હતુ. જેમાં તેણે લખ્યું, ‘મિત્રો હું ઠીક છું.

અમારા અકસ્માતને લઈને જે સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે તેના કારણે અનેક સંદેશાઓ મળી રહ્યા છે. આખી ટીમ અને અમે બધા ઠીક છીએ. ગંભીર કંઈ નથી. તમે બધાએ અમારા વિશે વ્યક્ત કરેલી ચિંતા બદલ આભાર.’ અગાઉ ‘ધ કેરલા સ્ટોરી’ના નિર્દેશકે માર્ગ અકસ્માત વિશે માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘આજે અમે યુવા મેળાવડામાં અમારી ફિલ્મ વિશે વાત કરવા કરીમનગર જઈ રહ્યા હતા, પરંતુ કમનસીબે ઇમરજન્સી હેલ્થ ઇસ્યુને કારણે અમે મુસાફરી કરી શક્યા નહીં.

હું કરીમનગરની જનતાની દિલથી માફી માંગુ છું. અમે અમારી દીકરીઓને બચાવવા માટે ફિલ્મ બનાવી છે. કૃપા કરીને અમને સપોર્ટ કરતા રહો. #હિન્દુ એકતા યાત્રા.’ જણાવી દઈએ કે અદાહ શર્માની ફિલ્મ ધ કેરળ સ્ટોરીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ શનિવારે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. વર્ષ 2023ની આ ચોથી ફિલ્મ છે, જેણે 100 કરોડનો આંકડો સ્પર્શ કર્યો છે.

આ ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેને કર્યું છે અને વિપુલ શાહ નિર્માતા છે.આ દિવસોમાં ધ કેરલ સ્ટોરીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. અદા શર્મા સહિત ફિલ્મ સાથે જોડાયેલા લોકોને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે. ફિલ્મમાં લવ જેહાદ અને ધર્માંતરણ જેવા મુદ્દાઓ બતાવવામાં આવ્યા છે.

ફિલ્મમાં ત્રણ છોકરીઓની વાર્તા બતાવવામાં આવી છે. જેમનું ધર્મ પરિવર્તન કરીને તેમને ISISમાં ભરતી કરીને આતંકવાદી બનાવવામાં આવે છે.ફિલ્મ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેરળમાંથી ગુમ થયેલી 32,000 છોકરીઓનું ધર્મપરિવર્તન કરીને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા માટે સીરિયા મોકલવામાં આવી હતી.

આ ફિલ્મમાં એવા ઘણા દ્રશ્યો છે જે તમને ચોંકાવી દેશે. ફિલ્મને રાજકીય પક્ષો અને જૂથોના એક વર્ગના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ દાવો કરે છે કે આ ફિલ્મ તથ્યો પર આધારિત નથી અને મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરતને પ્રોત્સાહન આપે છે. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ સતત ઉઠી રહી છે.

Shah Jina