BREAKING: ગુજરાતમાં ક્યારેય દારૂબંધી હટી જશે? હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન, જાણો ફટાફટ

આ વર્ષે આપણે ગુજરાતમાં ચૂંટણી છે અને તે બાબતે રાજ્યમાં દારુબંધી વિશે અનેક નિવેદનબાજી થઈ રહી છે. ત્યારે આપણા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ દારુબંધી અંગે નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે આપણા રાજ્ય ગુજરાતમાંથી દારુબંધી ક્યારેય હટશે નહીં. ગુજરાતમાં લાંબા સમયથી સંસ્કૃતિ વારસો અને તેનું મૂલ્ય છે.

ગુજરાતમાં દારૂબંધી હટાવવાનો નિર્ણય ક્યારેક નહિ આવે. જો કોઈ તેને ચુંટણી મુદ્દો બનાવે એ અલગ વાત છે. આના માટે બોડર ક્રોસ કરવી પડશે. હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, હવે ગુજરાતમાં ક્રાઇન રેટ ઘટ્યો છે. ગુજરાત વેપારીઓ માટે શાંતિ ફાયદાકારક બની છે. ક્રાઇમ ડેટા હવે અન્ય રાજ્યના અદાન પ્રદાન કરી શકાશે. કેન્દ્ર સરકારમાં આ મુદ્દે કામ ચાલી રહ્યું છે. હવે રાજ્ય અન્ય રાજ્યના ક્રાઇમ ટેડા અદાન પ્રદાન કરી શકાશે.

સાથે જ તેમણે કહ્યું કે, ડબલ એન્જીન સરકાર આજે સૌથી વધુ ઇન્વેસમેન્ટ થયું છે. મારી વિધાનસભામાં એક પ્રયોગ કર્યો છે. ઘરમાં કામ કરતા ઘરઘાટી માટે એક પ્રયોગ કર્યો છે. તેઓના સંતાન માટે કઇક અલગ સારું કામ કરવું જોઇએ. શિક્ષણ હોય, સ્વાસ્થ્ય પર ભાર મુકવો જોઇએ. સંસ્થાઓ કામ કરે છે પણ હવે માત્ર ઇન્ટરનેટમાં ચાલે છે જે ન હોવું જોઇએ.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ખાનગી કાર્યક્રમમાં નિવેદન આપ્યુ છે કે, ‘ગુજરાત પોલીસ મહિલાનો ડ્રેસ ચેન્જ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મહિલા પોલીસના ડ્રેસ કોડ પર વિચાર ચાલી રહ્યો છે કે તે ખાખીને બદલે નવો રંગ આવે.’ જે લોકો આ ઈલેક્શન લડે છે તે રાજકિય નેતા છે. તમે જે ક્ષેત્રમાં છો તેના તમે નેતા છો. તમે રાજકારણને જેટલું ગંદુ ગણો છો એટલું નથી. 50 કર્મચારીના ઓફિસ અને પરિવારમાં પણ રાજકારણ હોય છે. જેટલું રાજકારણ કોર્પોરેટ ઓફિસમાં હોય છે એટલું ચૂંટણી વાળા રાજકારણમાં નથી. ૨૦૨૨ માં ચિપ કન્ડક્ટર પ્રોજેક્ટ ગુજરાતમાં આવ્યો.

YC