લાખોપતિ સફાઈ કર્મચારી રૂપિયા હોવા છતાં સારવાર માટે ના કર્યો ખર્ચ, આખરે રિબાઈ રિબાઈને થયું મોત

બેન્કમાં જમા હતા લાખો રૂપિયા, 10 વર્ષથી પગાર ના ઉપાડ્યો, ભીખ માંગીને ચલાવતો ગુજરાન, પૈસા કોઈ લઇ લેશે એ માટે…હવે થયું દર્દનાક મોત,

આજના સમયમાં લોકો બચત કરવા માટે બેંક ખાતામાં એક એક રૂપિયો કરીને મૂડી ભેગી કરતા હોય છે, જેના કારણે જરૂરિયાતના સમયમાં તે કામ લાગી શકે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે બીમારીમાં પણ પૈસા બેંકમાંથી નથી ઉઠાવતા અને પૈસા હોવા છતાં તકલીફોનો સામનો કરે છે. હાલ એવા જ એક કરોડપતિ સ્વીપરની કહાની સામે આવી છે, જેના ખાતામાં લાખો રૂપિયા હોવા છતાં બીમારીમાં તેને સારવાર ના કરાવી અને અંતે મોત થઇ ગયું.

તમને યાદ હશે ધીરજ જે સંગમ શહેર પ્રયાગરાજમાં મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી કચેરીના રક્તપિત્ત વિભાગના કરોડપતિ સફાઈ કામદાર, જેણે લગભગ 10 વર્ષથી બેંક ખાતામાંથી પોતાનો પગાર ઉપાડ્યો ન હતો. હવે તે કરોડપતિ સફાઈ કામદારનું હવે ટીબીની બીમારીના કારણે મૃત્યુ થયું છે. તેના ખાતામાં લગભગ 70 લાખ રૂપિયા જમા છે.

ધીરજ પ્રયાગરાજના જિલ્લા રક્તપિત્ત વિભાગમાં સફાઈ કામદાર કમ ચોકીદાર તરીકે કામ કરતો હતો. આ વર્ષે તેના કરોડપતિ હોવાનો ખુલાસો થયો, જ્યારે બેંકર્સ તેને શોધતા ઓફિસ પહોંચ્યા. ધીરજનું શનિવારે ટીબીની બીમારીથી મોત થયું હતું. ધીરજના પિતા આ વિભાગમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા અને નોકરીની વચ્ચે જ તેમનું અવસાન થયું હતું. આ પછી ધીરજને મૃતકના આશ્રિત તરીકે નોકરી મળી અને તે 2012થી આ વિભાગમાં કામ કરતો હતો.

ધીરજના પોશાક અને ગંદા કપડા જોઈને લોકો તેને ભિખારી માનતા હતા. તે લોકોના ચરણ સ્પર્શ કરીને પૈસા માંગીને પોતાનો ખર્ચ ચલાવતો હતો. લોકો તેને ગરીબ સમજીને તેની મદદ કરતા હતા. પરંતુ ધીરજ ભિખારી ન હતો, તે જિલ્લા રક્તપિત્ત વિભાગમાં સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો અને કરોડપતિ હતો.

આ બાબત પરથી પડદો ત્યારે ઉઠ્યો જ્યારે બેંકના કર્મચારીઓ તેને શોધતા લેપ્રસી ઓફિસ પહોંચ્યા. તે દરમિયાન સાથી કર્મચારીઓને ખબર પડી કે ધીરજ કરોડપતિ છે. તેણે 10 વર્ષથી પોતાનો પગાર પણ ઉપાડ્યો ન હતો. તેનું પોતાનું ઘર હતું અને તેના ખાતામાં મોટી રકમ હતી. આ સિવાય તેની માતાનું પેન્શન પણ આવે છે, પરંતુ એક ખાસ વાત એ છે કે ધીરજ સરકારને ઈન્કમ ટેક્સ ચૂકવતો હતો.

તમને જણાવી દઈએ કે કરોડપતિ ધીરજ તેની 80 વર્ષની માતા સાથે રહેતો હતો. તેને લગ્ન પણ કર્યા ન હતા અને તે લગ્ન કરવા માંગતો પણ નહોતો, કારણ કે તેને ડર હતો કે તેના પૈસા કોઈ લઈ લેશે. કર્મચારીઓના જણાવ્યા મુજબ ધીરજ દિમાગથી કમજોર હતો, પણ ઈમાનદારી અને મહેનતથી કામ પૂરું કરતો હતો. તેની સાદગી અને સરળતા કર્મચારીઓ હંમેશા યાદ રાખશે.

Niraj Patel