દુબઈની અંદર પહેલા ગુજરાતી નીતિન જાની અને તરુણ જાનીનું દુબઇ પોલીસ અને સરકાર દ્વારા થયું ખાસ સન્માન, જેમને મળશે હવે આ મોટા લાભ, જુઓ તસવીરો

કોમેડીથી પોતાના કેરિયરની શરૂઆત કરનારા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખની જરૂર નથી. નીતિન જાની આજે ગુજરાતના દરેક ઘરમાં ઓળખાય છે,દરેક વ્યક્ત્તિઅં મોઢે તેમનું નામ હાજર છે. ગુજરાતની અંદર તેમને જે લોકસેવાના કાર્યો કર્યા છે તેના માટે ગુજરાતીઓ તેમને દિલથી સલામ કરે છે.

ત્યારે નીતિન જાનીના આ સેવાકીય કાર્યો માટે ફક્ત ગુજરાતીઓએ જ નહીં, પરંતુ દુબઇમાં પણ તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે, નીતિન જાનીએ તેમના સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા જ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં દુબઇ પોલીસ અને દુબઇ ગવર્મેન્ટ દ્વારા મળેલા આ સન્માનને ગ્રહણ કરતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતની અંદર નીતિન જાનીનું ઘણીવાર સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે હવે નીતિન જાનીનું સન્માન દુબઇ પોલીસ અને ત્યાંની સરકાર દ્વારા પણ કરવામાં આવ્યું છે, જેની માહિતી નીતિન જાનીએ તસવીરો સાથે લખેલા કેપશન દ્વારા આપી છે. નીતિન જાનીએ જણાવ્યું છે કે “અમારા માટે આજે સન્માનની વાત કહેવાય, કે આજે અમે ગુજરાતના પહેલા Social Worker / Youtuber છીએ કે જેને દુબઈ પોલીસ, દુબઈ ગવર્મેન્ટ દ્વારા “Esaad Privilege” સન્માનથી નવાઝવામા આવ્યા છે…”

તેમને આગળ કેપશનમાં એમ પણ જણાવ્યું છે કે, “આ સન્માન એમને મળે છે જેમણે પોતાના ક્ષેત્રમાં સમાજને મદદરૂપ થઈ લોક કલ્યાણના કાર્યો કર્યા હોય. !” આ સન્માન નીતિન જાની અને તેમના ભાઈ તરુણ જાનીને આપવામાં આવ્યું છે. તો આ સિવાય ખુશીની વાત એ પણ છે કે નીતિન જાની અને તરુણ જાની પહેલા એવા ગુજરાતીઓ છે જેમને આ સન્માન મળ્યું હોય.

એસાદ પ્રિવિલેજ કાર્ડ દુબઇ પોલીસ અને દુબઇની સરકાર દ્વારા દુબઇ પોલીસ હેડક્વાટરમાં આપવામાં આવે છે. આ સન્માન એવા લોકોને મળે છે જે મોટા સેલેબ્રિટીઓ હોય અથવા તો જેને સમાજ અને લોક કલ્યાણન કાર્યો કર્યા હોય. આ ખાસ સન્માન દ્વારા દુબઇમાં ઘણી જગ્યા ઉપર 50% સુધીની રકમ માફ કરવામાં આવતી હોય છે.

નીતિન જાનીએ શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે તે અને તેમના ભાઈ તરુણ જાની દુબઇમાં આ ખાસ એસાદ પ્રિવિલેજ કાર્ડ લઇ રહ્યા છે. તરુણ જાનીએ પણ તેમની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં ખજુરભાઈ અને તેમની આખી ટીમના ચહેરા ઉપર ખુશી છલકતી પણ જોવા મળી રહી છે.

નીતિન જાની અને તરુણ જાની દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરો ઉપર છઃકો ઉપરાંત ઘણા સેલેબ્સ પણ કોમેન્ટ કરીને તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. નીતિન જાની સોશિયલ મીડિયામાં ખુબ જ મોટો ચાહકવર્ગ ધરાવે છે અને તેમની તસવીરો પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ રહી છે.

આ ખજુરભાઈએ તેમના આ દુબઇ પ્રવાસની બીજી કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તે તેમની ટીમ સાથે આરામની પળો વિતાવતા જોવા મળે છે. આ તસ્વીરોમાં તેમની સાથે ભિખાદાદા પણ જોવા મળી રહ્યા છે, હજે અગાઉ પણ તમેની સાથે દુબઇ પ્રવાસમાં આવ્યા હતા. ભિખાદાદાનું પણ હાલમાં જ સુરતમાં તેમના સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

Niraj Patel