પ્રખ્યાત સીરીઝ “સ્કેમ 1992″ના નિર્માતાએ 17 વર્ષ લિવ ઇન રહ્યા બાદ કર્યા પાર્ટનર સાથે લગ્ન, જણાવ્યુ કેમ લીધો નિર્ણય

બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને રાઈટર હંસલ મહેતા પોતાની ફિલ્મોના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તેમણે તેમના લાંબા ફિલ્મી કરિયરમાં આ ઈન્ડસ્ટ્રીને કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. જો કે, આ વખતે તેઓ અચાનક જ તેમની લવસ્ટોરીના કારણે ચર્ચામાં આવી ગયા છે. તેમણે તેમની પાર્ટનર સફીના હુસૈન સાથે હાલમાં જ લગ્ન કર્યા છે. હવે તેમણે પોતે દુનિયાની સામે આ વાતની જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે હંસલ મહેતા છેલ્લા 17 વર્ષથી સફીના હુસૈન સાથે લિવ-ઈન-રિલેશનશિપમાં રહેતા હતા. હવે આખરે તેઓએ પોતાના સંબંધોને લગ્નનું નામ આપી દીધું છે. આ વિશે માહિતી આપતાં હંસલ મહેતાએ બુધવારે લગ્નની કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં હંસલ મહેતા અને સફીના હુસૈન સહી કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે તેમણે એક પ્રેમભરી નોટ પણ લખી છે.

તસવીરો શેર કરતા હંસલ મહેતાએ કેપ્શનમાં લખ્યું, ’17 વર્ષ પછી, બે બાળકો, અમારા બે પુત્રોને મોટા થતા જોઈ અને અમારા સપનાનો પીછો કરતા અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.જીવનમાં હંમેશની જેમ આ લગ્ન પણ અચાનક અને કોઈ પ્લાનિંગ વગર થયા. આખરે પ્રેમ બધાના પર હાવી થઇ જાય છે અને એવું જ થયું. આ તસવીરોમાં સફીના અને હંસલ મહેતાના બાળકો અને પરિવારના સભ્યો જોવા મળી રહ્યા છે.

હંસલ મહેતા અને સફીનાએ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા છે. નિર્માતા કેઝ્યુઅલ સફેદ ટી-શર્ટ, પેન્ટ અને બેજ કોટમાં જોવા મળે છે. ત્યાં તેમની પાર્ટનર પિંક કલરના સલવાર-સૂટમાં જોવા મળી રહી છે.બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. સહી કર્યા પછી બંનેએ પરિવારના સભ્યો સાથે ઘણા ફોટા પણ ક્લિક કરાવ્યા હતા. સફીના હુસૈન પ્રખ્યાત ફિલ્મ અને ટીવી અભિનેતા યુસુફ હુસૈનની પુત્રી છે.

યુસુફ હુસૈને ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’, ‘રઈસ’, ‘ધૂમ 2’ અને OMG-ઓહ માય ગોડ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. સફિના હુસૈનના પિતાનું વર્ષ 2021માં કોવિડને કારણે અવસાન થયું હતું. સફિના હુસૈન એક સામાજિક કાર્યકર છે અને એજ્યુકેટ ગર્લ્સ નામની એનજીઓના સ્થાપક છે.

તે તેના બોર્ડ મેમ્બર પણ છે. સફિનાની આ NGO દેશના ગ્રામીણ અને શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોમાં છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. અત્યાર સુધીમાં સફીના હુસૈને 9 લાખ 50 હજારથી વધુ છોકરીઓનું ભવિષ્ય ઘડ્યું છે.સફીના હુસૈને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. ત્યાં તેમણે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયામાં વંચિત સમુદાયો સાથે કામ કર્યું.

સફીના હુસૈનને 2011 માં એશિયા સોસાયટી દ્વારા એશિયાના 21 યુવા નેતાઓમાંથી એક તરીકે પસંદ કરવામાં આવી હતી. તેણીએ ET પ્રાઇમ વુમન લીડરશીપ એવોર્ડ 2019, લોરિયલ પેરિસ વુમન ઓફ વર્થ એવોર્ડ, ધ WISE એવોર્ડ વિજેતા અને રેનો આર્નહોલ્ડ ફેલો જેવા એવોર્ડ જીત્યા છે. સફીના હુસૈન 1.6 મિલિયન છોકરીઓને સશક્ત બનાવવાનું લક્ષ્ય રાખે છે જેઓ શિક્ષણથી દૂર છે. તમને જણાવી દઇએ કે, સફીના અને હંસલને 2 પુત્રીઓ છે, જ્યારે હંસલ મહેતાને અગાઉના લગ્નથી 2 પુત્રો પણ છે.

હવે સફીના અને હંસલ મહેતાના લગ્નના સમાચાર વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેમજ ફિલ્મી હસ્તીઓ તરફથી તેમને ઘણી શુભેચ્છાઓ મળી રહી છે. પ્રતીક ગાંધી, શારીબ હાશ્મી, રાજકુમાર રાવ સિવાય મનોજ બાજપેયી, અનુભવ સિન્હા, રણવીર બ્રાર અને વિશાલ ભારદ્વાજ જેવી અનેક હસ્તીઓએ પણ બંનેને અભિનંદન પાઠવ્યા હતા.

Shah Jina