પાટણમાં પોતાના સગા ભાઈ અને ભત્રીજીની ઠંડા કલેજે હત્યા કરી નાખનારા ડોક્ટર બહેનને કોર્ટે આપી એવી સજા કે આખી જિંદગી થશે અફસોસ

ડબલ મર્ડર કેસમાં કિન્નરી પટેલને કોર્ટે આપી ખતરનાક સજા, બિચારા માસુમ સગા ભાઈ અને 14 મહિનાની ભત્રીજીની ક્રુર હત્યા કરી હતી.

ગુજરાત છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા બનાવો સામે આવી રહ્યા છે, ઘણા આરોપીઓ વિરુદ્ધ કોર્ટની અંદર કેસ પણ ચાલી રહ્યો છે, ત્યારે એવા જ એક કેસનો ચુકાદો હાલ આપવામાં આવ્યો છે, વર્ષ 2019માં પાટણમાં ડબલ મર્ડર કેસની ઘટના સામે આવી હતી, જેમાં કોર્ટે મૃતકની બહેનને જ આરોપી ઠેરવી છે, આ બહેન જ પોતાના ભાઈ અને ભત્રીજીની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી.

સિદ્ધપુરના કલ્યાણા ગામની વતની અને છેલ્લા ઘણા સમયથી અમદાવાદની અંદર સ્થાયી થયેલ ડેન્ટિસ્ટ ડોક્ટર કિન્નરી પટેલે વર્ષ 2019માં પરિવારમાં તેનો માન મોભો ના જળવાતો હોય તેના સગા ભાઈને ધતુરાનું પાણી આપી અને માનસિક રીતે અસ્થિર કર્યો હતો અને તેના બાદ તેને કેપ્સુલમાં સાઇનાઇડ આપી અને હત્યા કરી નાખી હતી.

ત્યારે આ મામલે હવે પાટણની એડિશનલ સેશન્સ કોર્ટમાં કાર્યવાહી ચાલતા બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી બહેન ડોક્ટર કિન્નર વિરુદ્ધ ગુન્હો સાબિત થઇ ગયો છે. અને આજ રોજ આ કેસમાં આરોપી બહેનને સજા સંભળાવવામાં આવવાની હતીમ, ત્યારે કોર્ટનો ચુકાદો હાલમાં આવી ગયો છે.

કોર્ટે ભાઈ અને ભત્રીજીની હત્યા કરનારી સગી બહેનને આજીવન કેદની સજા ફટકારી છે, આ અંગે સરકારી વકીલ બી.એમ. પડ્યાએ મીડિયાને જણાવ્યું હતું કે, “ભાઈ અને ભત્રીજીની હત્યા કરનાર બહેનને પાટણની એડિશનલ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ ચુકાદામાં આરોપીને આજીવન કેદની સજા પણ એવી આપવામાં આવી છે કે કે તે જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી જેલમાં જ રહેશે.”

Niraj Patel