ચૂંટણી આવતા જ સોશિયલ મીડિયા ઉપર છવાય જાય છે આ “બેબી કેજરીવાલ”, ક્યુટનેસ જોઈને તો તમે પણ ફેન બની જશો, જાણો કોણ છે તે ?

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 માં આમ આદમી પાર્ટી (AAP)ની શાનદાર જીત સાથે, પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ સમગ્ર પંજાબમાં ઉજવણી કરી રહ્યા છે. દિલ્હીમાં AAP કાર્યકર્તાઓએ પણ પાર્ટી હેડક્વાર્ટરમાં જશ્ન મનાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે એક સમર્થક તેના બાળકને આમ આદમી પાર્ટીના ડ્રેસમાં લાવ્યો હતો, જે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ભગવંત માનનું મિશ્રણ હતું. બાળકને ‘બેબી કેજરીવાલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પહેલીવાર નથી જ્યારે બાળકે દિલ્હીના મુખ્યમંત્રી સહિત તમામની નજર ખેંચી હોય. બે વર્ષ પહેલા જ્યારે દિલ્હીની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ આ બાળક જોવા મળ્યું હતું. ત્રણ વર્ષના બાળકનું નામ અયાન તોમર છે. આમ આદમી પાર્ટીનો સમર્થક કહેવાતો બાળક રાહુલ તોમર અને મીનાક્ષી તોમરનો પુત્ર છે. જ્યારે આ બાળક દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ દેખાયો ત્યારે AAP પાર્ટીએ ટ્વિટ કર્યું હતું. તે સમયે કેપ્શનમાં મફલરમેન લખવામાં આવ્યું હતું.

આ પહેલીવાર નથી જ્યારે રાહુલ અને મીનાક્ષી તોમરે પોતાના બાળકને AAP ચીફ તરીકે તૈયાર કરીને પાર્ટી માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હોય. સાત વર્ષ પહેલાં, તેમની તત્કાલીન ચાર વર્ષની પુત્રી પરી તોમરે પણ આવો જ દેખાવ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર ‘નાના કેજરીવાલ’ તરીકે વાયરલ થઈ હતી.

નાના છોકરાએ વાદળી રંગનું મફલર, સ્વેટર અને ચશ્મા પહેર્યા હતા, જે અરવિંદ કેજરીવાલના ટ્રેડમાર્ક છે. બાળકે પણ ભગવંત માનની જેમ પીળી પાઘડી પહેરેલી હતી. બાળક AAP મુખ્યાલયમાં તેના પિતાના ખોળામાં જોવા મળ્યું હતું, આ બાળક બે વર્ષ પહેલા ‘બેબી કેજરીવાલ’ તરીકે ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.

જ્યારે AAP 2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતી હતી અને અરવિંદ કેજરીવાલ ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા. બાળકે હવે બંને મુખ્યમંત્રીઓના વેશમાં ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો અને વિજય પ્રતીક બતાવ્યું હતું. આમ આદમી પાર્ટી (AAP) ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા એક તસવીર શેર કરવામાં આવી હતી.

તસવીરમાં લખ્યું છે, ‘#BabyBhagwantman અમારો સુંદર માસ્કોટ, #BabyMufflerman ભગવંત માનને પંજાબના સીએમ બનાવવા માટે તૈયાર છે! #AAPdaCM’ લોકોને આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.

Niraj Patel