BIG NEWS: ભારતના સૌથી ફેમસ ક્રિકેટર યુવરાજ સિંહને પોલીસે આ મામલે ઝડપી લીધો, ફેન્સને લાગ્યો આઘાત

ઇન્ડિયન ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ પર મજાક મજાકમાં ટીપ્પણી કરવાનું ક્રિકેટર યુવરાજને ઘણું ભારે પડ્યું છે. યુવરાજ સિંહે રોહિત શર્મા સાથે લાઈવ ચેટમાં યુજવેન્દ્ર ચહલની સામે જાતિવાચક ટીપ્પણી કરી હતી.

કેસના ફરિયાદકર્તા રજત કલસનના મુજબ હાંસી પોલીસે ક્રિકેટરને હિસાર સ્થિત પોલીસ વિભાગના ગેજેટેડ ઓફિસર મેસમાં બેસીને પૂછપરછ કરી તથા પછી હાઇકોર્ટના નિર્દેશનાનુસાર ઔપચારિક જામીન પર છોડવામાં આવ્યા હતા. તેમણે હરિયાણા પોલીસ દ્વારા તેમને વીઆઇપી ટ્રીટમેંટ આપવાનો આરોપ લગાવ્યો છે.

ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, “ક્રિકેટરને હરિયાણા પોલીસ દ્વારા સંપૂર્ણ VIP ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને તેની સાથે સેલ્ફી લેવામાં આવી હતી. સામાન્ય રીતે એક આરોપી સાથે શું થવું જોઈએ તેનાથી વિપરીત, તેને ગેઝેટેડ અધિકારીના વાસણમાં જ્યુસ અને સ્નેક્સ પીરસવામાં આવ્યો હતો અને તેને જાણી જોઈને મીડિયાથી દૂર રાખવામાં આવ્યો હતો.

હાંસી પોલીસે યુવરાજની ધરપકડ કરી હતી અને પછી તેમની પૂછપરછ કરી હતી. જોકે હાઈકોર્ટના આદેશ પર યુવરાજને છોડી મૂકાયો હતો. આ કેસમાં હાઈકોર્ટે થોડા સમય પહેલા તેને આગોતરા જામીન આપ્યા હતા. પોલીસ તેની પાસેથી કેટલાક સવાલનો જવાબ માગ્યા હતા અને જામીનના કાગળિયા રજૂ કરતા તેને છોડી મૂકાયો હતો.

આ છે સમગ્ર મામલો

ક્રિકેટર યુવરાજ સિંહ પર અનુસૂચિત જાતિ સમાજ સામે અપમાનજનક અને વાંધાજનક વર્ડ્સને બોલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમની સામે દલિત અધિકાર કાર્યકર્તા રજત કાલસાને હંસી પોલીસ સ્ટેશનમાં SC ST એક્ટ અને આઈપીસીની વિવિધ કલમો મુજબ ગુનો નોંધ્યો હતો. યુવરાજ સિંહે આ કેસ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે યુવરાજ સામે પોલીસ સતામણીની કાર્યવાહી પર રોક લગાવ્યો હતો.

 

YC