સાગર હત્યાકાંડના આરોપી ઓલંપિયન રેસલર સુશીલ કુમારની એક તસવીર સામે આવી છે, જેમાં તે હોકી લઇને સાગરને માર મારતા જોવા મળી રહ્યા છે. આ તસવીર એ વીડિયો ક્લિપમાંથી લેવામાં આવી છે જે સુશીલ કુમારના સાથીએ ઘટના સમયે મોબાઇલમાં રેકોર્ડ કરી હતી.
સાગર ઘનખડ હત્યાકાંડ મામલે ઓલંપિયન પહેલવાન સુશીલ કુમારની તો મુશ્કેલીઓ ખત્મ થવાનું નામ જ નથી લઇ રહી. દિલ્લી પોલિસની ક્રાઇમ બ્રાંચની ટીમ સુશીલને ગુરુવારે ચંડીગઢ અને હરિયાણા લઇને ગઇ હતી. ક્રાઇમ બ્રાંચ સાગરની હત્યા સાથે જોડાયેલ અન્ય આરોપીઓની તપાસમાં સુશીલને લઇને ચંડીગઢ અને હરિયાણા પહોંચી હતી. સુશીલ કુમારે પૂછપરછમાં ક્રાઇમ બ્રાંચને વારદાતમાં સામેલ કેટલાક લોકોના નામ બતાવ્યા છે.
સુશીલે જેના નામ જણાવ્યા છે તેમાં કેટલાક ચંડીગઢ અને હરિયાણાના રહેવાસી છે. એ કારણે સુશીલને ટીમ ચંડીગઢ અને હરિયાણા લઇને ગઇ હતી. ફરાર આરોપીઓના જમાનતી વોરંટ જારી કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓના નામ વીરેંદર અને રોહિત છે.
દિલ્લી પોલિસની ક્રાઇમ ટીમે રિમાંડ દરમિયાન સુશીલ કુમાર અને તેના સાથી અજય બક્કરવાલાથી સતત પૂછપરછ કરી, સુશીલ વારંવાર એ જ કહેતો રહ્યો કે તેને સાાગરનો જીવ લીધો નથી. પરંતુ તે તેને અને તેના સાથીઓને ડરાવવા ઇચ્છતો હતો. જોકે, સુશીલ એ સમયે ચૂપ હતો જયારે પૂછપરછ દરમિયાન અધિકારીઓએ સુશીલને એ વીડિયો બતાવ્યો જે તેણે ઘટના સમયે મોબાઇલમાં રેકોર્ડ કરાવ્યો હતો. સાગરને માર મારતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. હોકી સ્ટીકથી સુશીલ કુમાર સાગરને મારતા દેખાઇ રહ્યા છે.
આ વીડિયોની તસવીર સામે આવી છે, જેમાં તે હોકી સાથે ઊભા હતા. તેમના સાથી પણ સાગરને મારતા દેખાઇ રહ્યા છે. સાગર જમીન પર પડેલ છે. સુશીલ અને તેના સાથી આસપાસ દેખાઇ રહ્યા છે. પોલિસના આ સિલસિલામાં અત્યાર સુધી સુશીલ અને તેના સાથી અજય સહિત 7 લોકો ગિરફતમાં છે.
ગિરફતમાં આવેલ 4 આરોપી તો ગેંગસ્ટર કાલા અસૌધા અને નીરજ બવાનિયા માટે કામ કરે છે. સુશીલે આ મારપીટનો વીડિયો ઉતારવાનુ કહ્યુ હતુ અને આ વીડિયો જે પોલિસની ટીમ પાસે છે તેમાં તે સુશીલને માર મારતો પણ દેખાઇ રહ્યો છે.
An exclusive Video of Olympian wrestler #sushilkumar Attacking Junior Wrestler who died later pic.twitter.com/HBPscC4JJE
— Journalist Siraj Noorani (@sirajnoorani) May 27, 2021