સુરત: બંટી-બબલી ઝડપાયા: લગ્નની લાલચ આપી છોકરીએ છોકરા પાસેથી પડાવ્યા 96 લાખ

સુરતમાં લિવ-ઇન પાર્ટનરના 96 લાખ ચોરનાર મહિલા પોલિસના હાથે ઝડપાઇ, બાળકોને મળવા આવીને પોલિસે ઝડપી પાડી, જૂનો પ્રેમી મહારાષ્ટ્રથી ઝડપાયો

હાલમાં જ સુરતના વેડરોડ પર વિરામનગર સોસાયટીમાંથી ચોરીની ઘટના સામે આવી હતી. એક મહિલાએ યુવકને પ્રેમજાળમાં ફસાવી પૂર્વ પ્રેમી સાથે તેના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરાવી અને બંને ફરાર થઈ ગયા. જોકે, આ મામલે પોલીસે ગણતરીના કલાકમાં જ બંટી-બબલીની જોડીને ઝડપી પાડી હતી અને લાખો રૂપિયા રિકવર કર્યા. સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા ધનજીભાઈને સામેના મકાનમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો અને ધનજીભાઈનું મકાન વેચાતા તેમના ઘરમાં જે 96 લાખ રૂપિયા આવ્યા હતા તેની જાણ યુવતીને થતા તેણે ચાલાકીપૂર્વક પોતાના પૂર્વ પ્રેમી સાથે મળી 96.44 લાખની ચોરી કરાવી અને ફરાર થઈ ગઇ.

જો કે, ચોરીના રૂપિયા લઈ જતો યુવતીનો પૂર્વ પ્રેમી સીસીટીવીમાં કેદ થઇ જતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવતી અને તેના પૂર્વ પ્રેમીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યા હતા. આરોપીની ઓળખ જયશ્રી ભગત અને શુભમ તરીકે થઇ છે. પોલિસે આરોપી પાસેથી અંદાજિત 71 લાખ કરતાં વધુની રકમ રિકવર કરી છે. આરોપીઓ કતારગામ ખાતે આવેલ કુષ્ણકુંજ સોસાયટીના મકાનમાં ભાડે રહેતા હતા. જયશ્રી પતિથી અલગ તેના પ્રેમી શુભમ અને બે સંતાનો સાથે રહેતી હતી.

જો કે, જયશ્રીનો પ્રેમી શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હતો અને આ દરમિયાન દિલીપ અને જયશ્રી બંનેની આંખો મળી જતા બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. તો દિલીપ પણ પત્નીથી અલગ રહેતો હોવાથી બંને સાથે રહેવા લાગ્યા હતા. જયશ્રીએ દિલીપને પતિ દિનેશ સાથે છૂટાછેડા લઈ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી અને એટલે દિલીપ જયશ્રી અને તેના દીકરાઓને લઈને સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેવા માટે આવી ગયો.

છેલ્લા એકાદ વર્ષથી તેઓ સાથે રહેવા લાગ્યા અને આ દરમિયાન પ્રેમી શુભમ પણ અવારનવાર મળવા માટે આવતો હતો. ગત 23 જાન્યુઆરીના રોજ દિલીપે કૃષ્ણકંજ સોસાયટીનું પોતાનું મકાન વેચી નાંખ્યું અને એના 96.44 લાખ આવ્યા, જે તેણે ઘરમાં જ રાખી મૂક્યા હતા. આ અંગેની જાણ જયશ્રીએ તેના પૂર્વ પ્રેમી શુભમને કરતા બંનેએ સાથએ મળી લાખો રૂપિયા ચોરવાનું કાવતરું ઘડ્યું અને 31મી જાન્યુઆરીના રોજ ઘર બંધ કરી જયશ્રી તેના બાળકોને પિતાના ડભોલી ગામના ઘરે મૂકવા ગઈ.

આ દરમિયાન શુભમે 96.44 લાખની ચોરી કરી અને નાસી છૂટ્યો. તો બીજી તરફ દીલીપે ઘરે આવી જયશ્રીને ફોન કર્યો તો તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો અને આ પછી શંકા જતા ઘરના દરવાજાનું તાળુ તોડી તપાસ કરી તો 96.44 લાખ ગાયબ હતા. જયશ્રી અને તેનો પ્રેમી શુભમ બંનેના મોબાઈલ પણ બંધ હતા. ત્યારે ગત 13 ફેબ્રુઆરીએ દિલીપે બંને સામે ફરિયાદ નોંધાવી અને પોલિસે તપાસ શરૂ કરી.

Shah Jina