ઝૂલતા પુલમાં 91 લોકોના મૃત્યુ થઇ ગયા, કોણ છે આનું જવાબદાર? હોસ્પિટલની તસવીરો આવી સામે જુઓ

મોરબીમાં આજે ખુબ જ દુઃખદ ઘટના બની છે. આજે સાંજે ઝુલતો પુલ તૂટતા ૪૦૦ થી વધુ લોકો પુલ પરથી મચ્છુ નદીમાં સીધા નીચે પડ્યા હતા અને અમુક લોકો બ્રિજ પર લટકી ગયા હતા. ચારે બાજુ ચીસાચીસ નો ડરામણો માહોલ હતા. હવે અહેવાલ મળી રહ્યા છે કે દુર્ઘટનામાં 91 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 100 લોકો ઘાયલ થયા છે. હજુ મૃત્યુંઆંક વધી શકે છે એવી શક્યતા છે.

આ ઘટનામાં પુલ પરથી નદીમાં પટકાયેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે.

૫ દિવસ પહેલા દિવાળી પછીના નવા વર્ષના દિવસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. મોરબીની શાન કહેવાતો ફેમસ ઝૂલતો પુલ ચાલુ થતા મોરબીવાસીઓમાં આનંદ છવાયો હતો. હવે જયારે આ પુલ ધરાશાહી થયો છે ત્યારે સેંકડો લોકો પાણીમાં ગરકાવ થયા છે અને મૃત્યુ પામી ચુક્યા છે.

ત્યારે પુલના રિનોવેશની કામગીરી બાબતે ઘણા સવાલો ઉભા થયા છે. મોરબીની જનતામાં ચર્ચા સાથે રોષની લાગણી છે. જે લોકો પણ આ દુર્ઘટના પછળ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. હાલમાં ઘટના સ્થળે ભચાવ કામગીરી ચાલુ.ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે આ પુલને ખુલ્લો મૂકતા પહેલા દાવો કર્યો હતો કે,

તેમણે આપણી જનતાને આ હેન્ગિંગ બ્રિજની ભેટ આપવા માટે ખૂબ ચીવટપૂર્વક રિનોવેશન કરાવ્યું હતું. તેઓએ જિંદાલ સહિતની કંપનીઓને સ્પેસિફિકેશન આપીને આ બ્રિજ માટે ખાસ મટિરિયલ ડેવલપ કરાવ્યું હતું.

આવા હેન્ગિંગ બ્રિજ બનાવતી ધાંગધ્રાની પ્રકાશભાઈની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.તમને જણાવી દઈએ કે આ બ્રિજનું રિનોવેશન કરવા માટે કંપનીએ 2 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો. જયારે આ આ હેન્ગિંગ પુલ રિનોવેટ થઈને તૈયાર થઇ ગયો ત્યારે શું નગરપાલિકાના એન્જિનિયરોએ શું કરતા હતા? ક્વોલિટીના માપદંડોની જોયા હતા કે કેમ?

ઉલ્લેખનીય છે કે, મોરબી પાલિકાએ દૂર્ઘટનાને લઈ આ પૂલનો ઓરેવા ટ્રસ્ટ પર દોષનો ટોપલો નાખ્યો છે. પાલિકાના ચીફ ઓફિસરે ઓરેવા ટ્ર્સ્ટ પર આરોપ લગાવતા કહ્યુ કે, અમારા દ્વારા આ પરમિશન નહોતી અપાઈ હતી છતા આ સંસ્થાએ ઝૂલતા પૂલને ખુલ્લો મુકી દીધો હતો.

મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે આપણી સરકારે પાંચ સભ્યોની કમિટી 1. રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, 2. કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, 3. ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ, ૪. સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન, ૫.સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ

YC