મહંતને લાગી અધધધ કરોડ રૂપિયાની લોટરી, જાણો હવે આટલા બધા પૈસાનું શું કરવાના છે મહંત ?
ધનવાન થવું દરેકનું સપનું હોય છે અને પૈસા કમાવવા માટે લોકો દિવસ રાત મહેનત પણ કરતા હોય છે. તો ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ઘણા લોકોને કિસ્મત રાતો રાત કરોડપતિ પણ બનાવી દેતી હોય છે. હાલ આવું જ કંઈક એક વ્યક્તિ સાથે થયું હતું. જે 40 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદી રહ્યો હતો પરંતુ હવે જઈને તેની કિસ્મત ગઈ. (All image credit: ANI)
તે પંજાબના દેરાબસીમાં એક 88 વર્ષના મહંત દ્વારકા દાસને લોટરી લાગી. આ લોટરી નાની નથી, પરંતુ 5 કરોડ રૂપિયાની છે. તમને જણાવી દઈએ કે, દ્વારકા દાસ મહંત છે, પરંતુ તેમને લોટરી ખરીદવાનો પણ શોખ છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર મહંત દ્વારકા દાસ છેલ્લા 35-40 વર્ષથી લોટરી ખરીદે છે. પરંતુ લોટરીમાં ક્યારેય કોઈ મોટી રકમ લાગી નથી.
મહંત દ્વારકા દાસ 5 કરોડ રૂપિયાની લોટરી જીત્યા બાદ ખૂબ જ ખુશ છે. મહંત દ્વારકા દાસે ANI સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું ખૂબ જ ખુશ અનુભવું છું. હું છેલ્લા 35-40 વર્ષથી લોટરી ખરીદું છું. હું જીતેલી રકમ મારા બે પુત્રો અને મારા શિબિર વચ્ચે વહેંચીશ. જ્યારે દ્વારકા દાસના પુત્ર નરેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું હતું કે મારા પિતાએ મારા ભત્રીજાને લોટરીની ટિકિટ ખરીદવા માટે પૈસા આપ્યા હતા.
તે જીતી ગયા અને અમે ખુશ છીએ. દરમિયાન સમાચાર એજન્સી ANIને માહિતી આપતા સહાયક લોટરી નિર્દેશક કરમ સિંહે કહ્યું, ‘પંજાબ રાજ્ય લોહરી મકર સંક્રાંતિ બમ્પર લોટરી 2023ના પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યા હતા. દ્વારકા દાસને 5 કરોડનું પ્રથમ ઇનામ મળ્યું. નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી 30 ટકા ટેક્સ કાપીને તેમને રકમ આપવામાં આવશે.