વાયરલ

83 વર્ષના આ વૃદ્ધ દાદીમાએ પહેલીવાર કરી ફલાઇટની યાત્રા, દાદીના હાવભાવે જીત્યા લખો લોકોના દિલ, વીડિયો તમારો પણ દિવસ બનાવી દેશે.. જુઓ

પૌત્રીના લગ્નમાં જવા માટે 83 વર્ષના દાદી પહેલીવાર બેઠા ફલાઇટમાં, પછી દાદીના ચહેરા પર છવાયો નાના બાળક જેવો આનંદ, જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર કેટલાક વીડિયો એવો વાયરલ થતા હોય છે જે આપણા પણ દિલ જીતી લેતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ કેદ થાય છે જે જોવું દરેકને ખુબ જ પસંદ આવે છે અને તેમાં પણ પોતાના ઘરડા માતા પિતા અને દાદા દાદી માટે કઈ ખાસ કરે છે તે પણ લોકોને ખુબ જ પસંદ આવે છે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક 83 વર્ષના દાદીને પહેલીવાર પ્લેનમાં સફર કરતા જોઈ શકાય છે. આ દરમિયાન દાદીના હાવ ભાવ ખરેખર દિલ જીતી લે તેવા હોય છે અને એટલે જ આ નાનો વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ દાદી પોતાના ઘરેથી એરપોર્ટ જવા નીકળતા જોઈ શકાય છે. જ્યારે તે બહાર આવે છે, ત્યારે તે બહાર ઊભેલા લોકોને હાથ હલાવીને અભિવાદન કરે છે.

આ પછી તે ફ્લાઇટમાં બેઠેલા જોવા મળે છે અને તેમના હાથમાં ફ્લાઇટની ટિકિટ છે. તે તેમના પરિવાર સાથે બેઠા છે અને બહારનો નજારો દેખાઈ રહ્યો છે. દાદીના ચહેરા પરનું સ્મિત જોઈને સમજી શકાય છે કે તે કેટલા ઉત્સાહિત છે. વૃદ્ધ દાદી જ્યારે તેમની પ્રથમ ફ્લાઈટ લીધી ત્યારે તે હસતા જોવા મળે છે. વિડિયો પર લખ્યું, “POV: મારી પૌત્રીના લગ્ન કરવા માટે 83 વર્ષની વયે મારી પ્રથમ ફ્લાઈટ લઈ રહી છું.”

 

View this post on Instagram

 

A post shared by Badi Mummy (@thebadimummy)

ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ જ્યારે તેમને ડેસ્ટિનેશન સ્થાન પર લઈ જવામાં આવી રહી હતી ત્યારે તે કારમાં આરામથી સુતા જોવા મળ્યા હતા. માત્ર થોડી સેકન્ડના વીડિયોએ લોકોને ચોંકાવી દીધા હતા. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક કર્યો છે, જ્યારે 67 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.