8 વર્ષનું ટેણીયું ફોર્ચ્યુનર ગાડી લઈને રોડ ઉપર નીકળી ગયું, બાજુમાં બેસાડી પોતાની 10 વર્ષની બહેનને, વીડિયો થયો વાયરલ

ચડ્ડી પહેરવાની ઉંમરમાં આ ટેણીયું લઈને નીકળી પડ્યું ફોર્ચ્યુનર, વીડિયો જોઈને લોકો પણ થઇ રહ્યા છે ગુસ્સે, જુઓ

ભારત સમેત દુનિયાભરમાં ડ્રાઈવિંગને લઈને ઘણા બધા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે કાર ચલાવવી એ પણ કઈ સહેલું કામ નહોતું. આ માટે તમારે પહેલા શીખવાની જરૂર છે. જો તમે શિખાઉ છો, તો કાર ન ચલાવવી તે વધુ સારું છે, કારણ કે અકસ્માત ગમે ત્યાં થઈ શકે છે. સામાન્ય રીતે, ડ્રાઇવિંગની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોય છે, પરંતુ શું તમે ક્યારેય નાના બાળકને કાર ચલાવતા જોયા છે?

તુરે હાલ સોશિયલ મીડિયામાં પાકિસ્તાનનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક 8 વર્ષનો બાળક ટોયોટા ફોર્ચ્યુનર ચલાવતો જોવા મળે છે. આ વાયરલ વીડિયોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે, કારણ કે આ યુગમાં જ્યાં મોટાભાગના બાળકો સાયકલ પણ ચલાવી શકતા નથી, તે જ બાળક કાર ચલાવતો જોવા મળે છે.

વીડિયોમાં બાળક તેની 10 વર્ષની બહેન સાથે જોવા મળી રહ્યો છે. છોકરી પોતાનો અને તેના ભાઈનો પરિચય કરાવે છે અને કહે છે કે તેઓ તેમના ગામમાં આવ્યા છે અને તેઓ બતાવશે કે તેનો ભાઈ, જે આઠ વર્ષનો છે, તે કેવી રીતે સરળતાથી કાર ચલાવી શકે છે. આ વીડિયો ત્રણ અઠવાડિયા પહેલા ‘અયાન એન્ડ અરીબા શો’ નામની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવ્યો હતો.

વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, “આજે અમે તમને બતાવીશું કે 8 વર્ષનો બાળક ટોયોટા ફોર્ચ્યુનર કેવી રીતે ચલાવી શકે છે.” જેણે પણ અયાનને કાર ચલાવતો જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયા અને સોશિયલ મીડિયામાં વીડિયો પણ તેજ ગતિએ વાયરલ થઈ રહ્યો છે, ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે અને લોકો તેને જોયા બાદ અલગ-અલગ પ્રકારના રિએક્શન પણ આપી રહ્યા છે. કેટલાકે બાળકની આ અદ્ભુત પ્રતિભાને સલામ કરી છે તો કેટલાકે તેના ગેરફાયદા પણ જણાવ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, “જો ભારત હોત તો બાળકના પિતાની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી હોત”

તો અન્ય એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું છે કે, “પ્રકાશની ઝડપે આવી રહેલા ભારતીય લોકો.. ટૂંક સમયમાં આ વીડિયો વાયરલ થશે.” એ જ રીતે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, “આમ શું છે ભાઈ ? અમે અમારા બાળકોને ના પાડીએ છીએ અને આ લોકો ચલાવવા દે છે !”

Niraj Patel