અંજારમાં તંત્રની બેદરકારીએ લીધો 8 વર્ષના માસુમનો જીવ, કિલ્લોલ કરતું બાળક ખુલ્લા અર્થિંગને અડતા જ મોતને ભેટ્યું, 3 બહેનોએ ગુમાવ્યો એકનો એક ભાઈ

8-year-old child died of shock in Anjar : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં રોડ અકસ્માતમાં ઘણા લોકોના મોત થતા હોય છે તો અન્ય ઘણા અકસ્માતમાં પણ લોકો પોતાની જીવ ગુમાવે છે. ત્યારે હાલ એક ઘટના કચ્છના અંજારમાંથી સામે આવી છે. જેમાં તંત્રની બેદરકારીના કારણે એક 8 વર્ષના માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બાળક PGVCL દ્વારા લગાવવામાં આવેલા એક થાંભલાને અડી જતા કરંટના કારણે મોતને ભેટ્યું હતું.

ખુલ્લા વાયરથી મોતને ભેટ્યું માસુમ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અંજાર શહેરના વોર્ડ નંબર 8માં આવેલી અંજલિ વિહાર સોસાયટીમાં રાત્રે 8 વાગ્યાની આસપાસ બાળકો રાબેતા મુજબ સોસાયટીમાં જ રમી રહ્યા હતા. આ દરમિયાન જ 8 વર્ષીય દર્શિલ બાંભણીયા PGVCLના પોલ પાસે રમી રહ્યો હતો આંજે અચાનક તેનો હાથ પોલ પર ખુલ્લા મુકવામાં આવેલા અર્થિંગના વાયરને અડી ગયો હતો, જેના કારણે તેને જોરદાર ઝટકો લાગ્યો હતો અને તે નીચે પટકાયો હતો.

3 બહેનો વચ્ચે હતો એક માત્ર લાડકવાયો ભાઈ :

સોસાયટીના રહીશો દ્વારા બાળકને તાત્કાલિક સારવાર માટે જનરલ હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પરિવારજનો અને સમગ્ર સોસાયટીમાં માતમ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં સગા વહાલા અને સોસાયટીના રહીશો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને માહોલ ગમગીન બની ગયો હતો. દર્શિલ 3 બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ હતો અને તેના નિધનથી પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું છે.

ખુલ્લા વાયરને લઈને કરી હતી રજુઆત :

ત્યારે માસુમ બાળકના મોતથી લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ અખબાર યાદી દ્વારા પીજીવીસીએલ અને અંજાર નગરપાલિકા તંત્રને ચેતવવામાયા હતા અને દીવાબત્તીના સીધા જોડાણને દૂર કરવામાં આવે. કારણ કે આ ખુલ્લા વાયરના કારણે કોઈનો પણ જીવ જઈ શકે છે. પરંતુ તંત્ર જાગ્યું નહિ અને હવે એક માસુમનો જીવ ચાલ્યો ગયો ત્યારે આ ઘટનાની જવાબદારી હવે કોણ લેશે ? દર્શિલ 3 બહેનો વચ્ચે એક માત્ર લાડકવાયો ભાઈ હતો, ત્યારે તેના પરિવાર પર અત્યારે શું વીતતી હશે તે તો એ પોતે જ સમજી શકે છે.

Niraj Patel