દેશભરમાં કોરોના વેક્સિન લગાવવાનું મુહિમ ચાલુ થઇ ચૂક્યું છે અને ઘણા ઉમરદાયક લોકોને રસી લગાવાઈ પણ ચુકી છે. એવામાં આ વચ્ચે સુરતમાંથી એક સનસની ભર્યો મામલો સામે આવ્યો છે, જેમાં એક 76 વર્ષની વૃદ્ધ મહિલાનું કોરોના વેક્સિન લીધા બાદ 24 જ કલાકમાં મૌત થઇ ગયું હતું.

સુરતના કામરેજમાં રહેનારી રમીલાબહેને આગળના ગામમાં પ્રાથમિક શાળામાં આયોજિત કેમ્પમાં કોરોનાની રસી લીધી હતી. રસી લીધા બાદ રમીલાબહેનની તબિયત બગડી ગઈ હતી અને તેને સ્વાસ લેવામાં તકલીફ, કમજોરી અને માથું દુઃખવાની ફરિયાદ હતી.

તબિયત બગડતા તરતજ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ રસ્તામાં જ રમીલાબહેને દમ તોડી દીધો હતો. રમીલાબહેન એક ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દી હતા. રમીલાબહેનના જમાઈ રાકેશભાઈએ જણાવ્યું કે શુગર અને બ્લડ પ્રેશરના દર્દીઓની તપાસ કર્યા વગર વેક્સિન આપી શકાય કે નહિ તે એક મોટો પ્રશ્ન છે! બસ અમે એટલી જ આશા કરીએ છીએ કે આવું કોઈ બીજા સાથે ન થાય. તેઓએ ડાયાબિટીસની તપાસ કર્યા વગર જ રસી આપી દીધી હતી. ડોક્ટરોએ પોતાની જવાબદારી નક્કી કરવી જોઈએ અને એ નક્કી કરી લેવું જોઈએ કે શુગર અને બ્લડ પ્રેશરના દર્દીઓને રસી આપવી જોઈએ કે નહિ, કેમ કે ડોક્ટરની એક ભૂલ કોઈના જીવનમાં અંધારું કરી જાય છે”.

રમીલાબહેનના નિધન પછી પ્રાથમિક તપાસ માટેતેના શરીરને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. જ્યાં તપાસમાં સામે આવ્યું કે રમીલાબહેનના હૃદયની નસો બ્લોક થઇ ગઈ હતી અને ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. જો કે ફાઇનલ રિપોર્ટ આવે પછી એ સ્પષ્ટ થઇ શકશે કે રમીલાબહેનની મૌત વેક્સિનની આડ અસરથી થઇ છે કે પછી પોતાની બીમારીથી!