75 વર્ષના માજી લારી ઉપર વેચી રહ્યા છે ફાફડા અને ગુજરાતી નાસ્તો, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ, છલકાયું લોકોનું દુઃખ

ઘણા લોકો એવા હોય છે જે પોતાની મહેતનથી આગળ આવતા હોય છે અને ઘણા લોકો એવા પણ હોય છે જેમને આરામ કરવાની ઉંમરમાં પણ કામ કરવા પડતા હોય છે. સોશિયલ મીડિયામાં આપણે એવા ઘણા જ કિસ્સાઓ જોયા હશે, હાલ એક એવો જ વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક 75 વર્ષના માજી લારી ઉપર ફાફડા બનાવતા જોવા મળી રહ્યા છે.

ભાવેશ રાજ નામનો એક વ્યક્તિ પોતાની દાદી સાથે એક લારી લગાવીને ગુજરાતી ફૂડ વેચી રહ્યો છે. દાદી તેમના હાથે જ ફાફડા જલેબી અને બીજો ગુજરાતી નાસ્તો બનાવે છે. જેનો વીડિયો નાગપુર ફૂડી નામના પેજ ઉપરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 92 લાખ કરતા પણ વધારે લોકોએ જોયો છે અને કોમેન્ટમાં લોકોનું દર્દ પણ છલકાઈ રહ્યું છે.

તેમની આ ગુજરાતી નાસ્તાની લારીનું નામ છે રામાનુજ ફાફડાવાળા, જે નાગપુરની અંદર આવેલી છે. આ વીડિયો શેર કરવાની સાથે પેજ દ્વારા તેમની મદદ કરવા માટેનું પણ જણાવવામાં આવ્યું છે. તેના કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “75 વર્ષના દાદી ખુબ જ મહેનત કરી રહ્યા છે અને તેમનો દીકરો ભાવેશ રાજ તેના દાદીને સપોર્ટ કરી રહ્યો છે. દાદી અને પૌત્રીની જોડી નાગપુરમાં શાનદાર ગુજરાતી ડીશ પીરસવા માટે પ્રખ્યાત છે. શહેરમાં ખાવા માટે ખિસ્સાને અનુરૂપ પણ છે. બધી જ આઈટમ 20 રૂપિયા પ્લેટ છે.”

 

View this post on Instagram

 

A post shared by viral_foodie (@nagpurfoodie431)

આ વીડિયોને જોઈને હવે લોકો ઘણી જ ભાવુક કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા આ વીડિયોની અંદર કોમેન્ટ  કરીને લખવામાં આવ્યું છે કે “હું ભાવુક બની ગયો. યાર રડવું આવી ગયું આ જોઈને.” આ ઉપરાંત પણ આ વીડિયોને જોઈને ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel