ખબર વાયરલ

71 વર્ષના વૃદ્ધે કર્યા બીજીવાર લગ્ન, દીકરીએ કરી એવી ટ્વીટ કે હવે થઇ ગઈ વાયરલ, જાણો સમગ્ર મામલો

આપણે ત્યાં પ્રેમ કરવા માટે ઉંમરનું કોઈ બંધન નથી પરંતુ લગ્ન કરવા માટે ઘણા સમાજોમાં કેટલાક બંધનો જોવા મળે છે. કોઈ વ્યક્તિ જયારે જિંદગીના છેલ્લા પડાવમાં લગ્ન કરે ત્યારે ખાસ ઘણા લોકો ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે.

પરંતુ આવા ટીકા ટિપ્પણી કરતા લોકો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે એક દીકરીએ જેને પોતાના પિતાના 71 વર્ષે લગ્ન કરાવ્યા અને તેમની તસવીર પણ તેને ટ્વીટર ઉપર ટ્વીટ કરી. જેના બાદ આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી.

ટ્વીટર ઉપર આ તસ્વીરને અદિતિ નામની એક યુવતી દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટ શેર કરવાની સાથે તેને કેપશનમાં લખ્યું છે કે, “આ મારા પપ્પા છે. જેમની ઉંમર 71 વર્ષની છે. તેમને 5 વર્ષ સુધી વિદુર રહ્યા બાદ એક વિધવા સાથે લગ્ન કરી લીધા છે. હું હંમેશાથી ઇચ્છતી હતી કે તે બીજીવાર લગ્ન કરે. કારણ કે કોઈપણ એકલા જીવવું ડિઝર્વ નથી કરતું.”

એક એક યુઝર્સે ટ્વિટની અંદર લખ્યું કે, “પરંતુ આ ખુબ જ ગૂંચવાયેલો મામલો છે. કારણ કે આપણે ત્યાં બીજી વાર લગ્નને લઈને નિયમ અને કાયદા સ્પષ્ટ નથી. આમ પણ આપણે એ હજુ સુધી નથી જાણતા કે શું સમાજ એનો સ્વીકાર કરશે ? અને આપણે એ પણ નથી જાણતા કે ઉંમરના આ પડાવની અનાદર તે એકબીજાને અપનાવી શકશે ?”

સોશિયલ મીડિયામાં આ યુવતીના હવે લોકો વખાણ કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે એક બાપ તરીકે પિતાએ પોતાની ફરજ નિભાવી અને હવે આ કામ કરીને પોતે દીકરી તરીકેની ફરજ અદા કરી રહી છે.