પહેલીવાર ગાંધીનગરમાં થયેલ 69માં ફિલ્મફેરમાં રણબીર કપૂરને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ તો પત્ની આલિયા ભટ્ટે પણ જીત્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ

ગુજરાતના ગાંધીનગરમાં 69મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. 2 દિવસ સુધી ચાલેલા આ એવોર્ડ ફંક્શનમાં વિવિધ કેટેગરીમાં વિનર્સની
લિસ્ટની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ રણબીર કપૂરને એનિમલ માટે તો આલિયા ભટ્ટને રોકી ઔર રાની કી પ્રેમ કહાની માટે આપવામાં આવ્યો હતો.

જ્યારે 12th ફેલને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. વિધુ વિનોદ ચોપરાને 12th ફેલ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય જોરમને બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ કેટેગરીમાં પસંદ કરવામાં આવી હતી. વિક્રાંત મેસીને 12t ફેલ માટે બેસ્ટ એક્ટર ક્રિટિક્સ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

જ્યારે રાની મુખર્જીને મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે અને શેફાલી શાહને થ્રી ઓફ અસ માટે સંયુક્ત રીતે બેસ્ટ એક્ટ્રેસ ક્રિટીક્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો. શબાના આઝમીને રોકી ઔર રાની કી પ્રેમ કહાની માટે બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ (ફીમેલ)ની ભૂમિકામાં એવોર્ડ મળ્યો. જ્યારે વિકી કૌશલને ડંકી માટે મેલ કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મફેર એવોર્ડમાં હોસ્ટ કરણ જોહરે તેના કો-હોસ્ટ મનીષ પોલ સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી. આ ભવ્ય બોલિવૂડ ઈવેન્ટમાં વરુણ ધવન, જાહ્નવી કપૂર અને કરીના કપૂર ખાનથી લઇને અનેક હસ્તીઓ સામેલ થઇ હતી. તૃપ્તિ ડિમરી પણ ફિલ્મફેર ડાન્સ ડેબ્યૂ કરતી જોવા મળી હતી. તાજેતરમાં જ ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

જેમાં શાહરૂખ ખાન, રણબીર કપૂર, વિક્રાંત મેસી, વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ સહિત ઘણા સ્ટાર્સ નોમિનેટ થયા હતા. ’12th ફેલ’, ‘એનિમલ’, ‘પઠાણ’, ‘જવાન’, ‘સૈમ બહાદુર’ જેવી બીજી ઘણી ફિલ્મોના નામ અલગ-અલગ કેટેગરીમાં નોમિનેટ થયા હતા.

બેસ્ટ એક્ટરઃ રણબીર કપૂર (એનિમલ)​​​​​​​
​​​​​​​બેસ્ટ એક્ટ્રેસઃ આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)​​​​​​​
​​​​​​​બેસ્ટ ફિલ્મઃ 12th ફેલ
​​​​​​​​​​​​​​બેસ્ટ ડિરેક્ટરઃ વિધુ વિનોદ ચોપડા (12th ફેઈલ)
​​​​​​​બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ): વિક્રાંત મેસ્સી (12th ફેઈલ)​​​​​​​

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ): રાની મુખરજી (મિસિસ. ચેટરજી વી. નોર્વે)
બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ): શેફાલી શાહ (થ્રી ઓફ અસ)​​​​​​​
બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ): જોરમ
​​​​​​​બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ (મેલ): વિકી કૌશલ (ડંકી)​​​​​​​
​​​​​​​બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રોલ (ફીમેલ): શબાના આઝમી (રૉકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરઃ તરુણ દુદેજા (ધક ધક)

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

​​​​​​​બેસ્ટ ડેબ્યૂ (ફીમેલ): અલીઝેહ (ફર્રે)
બેસ્ટ ડેબ્યૂ (મેલ): આદિત્ય રાવલ (ફરાઝ)
​​​​​​​લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડઃ ડેવિડ ધવન
બેસ્ટ સ્ટોરીઃ અમિત રાય (OMG 2), દેવાશિષ મખીજા (જોરમ)
બેસ્ટ ડાયલૉગ્સઃ ઈશિતા મોઇત્રા (રૉકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ સ્ક્રીનપ્લેઃ વિધુ વિનોદ ચોપરા (12th ફેઇલ)

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

આર. ડી. બર્મન અવૉર્ડ ફોર અપકમિંગ મ્યૂઝિક ટેલેન્ટઃ શ્રેયસ (એનિમલ)
બેસ્ટ લિરિક્સઃ અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે, ઝરા હટકે, ઝરા બચકે)
બેસ્ટ મ્યૂઝિક આલ્બમઃ એનિમલ
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ): શિલ્પા રાવ (બેશરમ રંગ… પઠાન)
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ): ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી…એનિમલ)

Shah Jina