આ માણસના પેટમાંથી 5-10 નહિ પરંતુ નીકળી 63 ચમચીઓ, કેવી રીતે પેટમાં ગઈ તે બન્યું રહસ્ય, સમગ્ર મામલો જાણીને તમારા પણ હોશ ઉડી જશે

કેટલાક લોકોને કંઈપણ ખાઈ લેવાની આદત હોય છે, ઘણીવાર તેમની આ આદત તેમના માટે જ મુસીબતનું કારણ પણ બની જતી હોય છે, તમે ઘણા લોકોની માટી, પથ્થર અને વાળ ખાવાની આદત વિશે જાણ્યું હશે, જયારે તેમને કોઈ તકલીફ થાય છે અને હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે ત્યારે તેમના પેટની અંદરથી જે નીકળે છે તે જોઈને ડોકટરો પણ હેરાન રહી જતા હોય છે. હાલ એવો જ એક મામલો ખુબ જ ચર્ચામાં છે જેમાં એક વ્યક્તિના પેટમાંથી 63 ચમચીઓ નીકળી.

હેરાન કરી દેનારો આ મામલો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં સામે આવ્યો છે, જેમાં એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન ડોક્ટરોએ દર્દીના પેટમાંથી એક પછી એક સ્ટીલની 63 ચમચી કાઢવામાં આવી. દર્દીની હાલત હાલ ગંભીર હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ મંસૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બોપાડા ગામનો રહેવાસી વિજય ડગનો વ્યસની છે. જેના કારણે વિજયના પરિવારજનોએ તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કર્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે વિજયને લગભગ પાંચ મહિના પહેલા શામલી જિલ્લામાં સ્થિત એક નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત બગડતાં તેના પરિવારના સભ્યો તેને મુઝફ્ફરનગરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેનું ઓપરેશન કર્યું ત્યારે તેના પેટમાંથી સ્ટીલની 63 ચમચી નીકળતાં મેડિકલ સ્ટાફમાં પણ હોબાળો મચી ગયો હતો કારણ કે તેઓએ પણ આવું પહેલીવાર જોયું હતું.

હવે સવાલ એ થાય છે કે આખરે આટલી બધી ચમચી વિજયના પેટમાં કેવી રીતે ગઈ. કારણ કે સામાન્ય રીતે એવું શક્ય નથી કે વ્યક્તિ ભોજનની સાથે ચમચી ખાય. પરંતુ વિજયના પરિવારનો આરોપ છે કે વ્યસન મુક્તિ કેન્દ્રના સ્ટાફ દ્વારા તેને બળજબરીથી ચમચી ખવડાવવામાં આવી હતી. પરંતુ પીડિત દ્વારા હજુ સુધી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

પેટમાં આવી સંખ્યાબંધ ચમચી મળવી એક રહસ્ય રહે છે. જો કે વિજયના પેટમાં 63 ચમચી કેવી રીતે ગઈ તે તપાસનો વિષય રહેશે. પરંતુ એ વાત સાચી છે કે વિજય હજી હોસ્પિટલમાં દાખલ છે અને તેના પેટમાંથી ચમચીઓ બહાર આવી છે. આ ચમચીઓ હજુ તેના પરિવારના સભ્યો પાસે છે, આ મામલે ડોક્ટર સાથે વાત કરતા ડોક્ટરે કહ્યું કે તેમના માટે સૌથી પહેલું કામ દર્દીનો જીવ બચાવવાનું છે અને દર્દીની હાલત હજુ પણ ખતરામાં છે, તેથી જ્યાં સુધી દર્દી નોર્મલ નહીં થાય ત્યાં સુધી તે આ મામલે મીડિયા સામે નહીં આવે.

આ અંગે માહિતી આપતા વિજયના ભત્રીજા અખિલ ચૌધરીએ જણાવ્યું હતું કે અમારા મામાને વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ તેને ત્યાં એક ચમચી ખવડાવી, તે ચમચી ખાધા પછી તેમને સમસ્યા થઈ, ત્યારબાદ અમે તેમનું અહીં ઓપરેશન કરાવ્યું. પેટમાં 63 ચમચી હતી. હવે તેમની હાલત ગંભીર છે. તેમને 5 મહિના પહેલા દાખલ કરવામાં આવ્યા હતા.

Niraj Patel