62 વર્ષની પત્ની, 25 વર્ષનો પતિ…ફરીથી માતા બનવા ઇચ્છે છે મહિલા, 1 કરોડ ખર્ચવા કપલ છે તૈયાર !

હે ભગવાન, કળયુગમાં શું શું જોવું પડે છે…25નો દુલ્હાએ 62ની દુલ્હન સાથે કર્યા લગ્ન, ટ્રોલર્સને આપ્યો મુંહતોડ જવાબ

પ્રેમમાં લોકોને એકબીજા સિવાય બીજુ કંઇ નથી દેખાતુ. તે માત્ર તેમના પ્રેમની દુનિયામાં ખોવાયેલા રહે છે. ના તેઓ ઉંમરમાં ફરક જુએ છે ના તો જાતિ અને ધર્મ. જ્યારે મહોબ્બતનો પરવાન ચઢે છે ત્યારે ઉંમરની સીમા નથી જોવાતી. પછી તો લોકો દુનિયાને પણ સાઇડમાં કરી પોતાનો અલગ રસ્તો શોધે છે. કોઇ કંઇ પણ કહે પણ તેમને કોઇ ફરક નથી પડતો. એક એવી જ લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં કપલની ઉંમરમાં એટલો બધો ગેપ છે,

તેમની લવ સ્ટોરીની લોકો આલોચના કરી રહ્યા છે, પણ તેમને કોઇ ફરક નથી પડતો. તે એકબીજાને બેપનાહ મહોબ્બત કરે છે. સોશિયલ મીડિયા પર 62 વર્ષની ચેરિલ મૈકગ્રેગોર અને તેના નવા 25 વર્ષિય પતિ કુરાન મૈકકૈનની લવ સ્ટોરી વાયરલ થઇ રહી છે. બંનેએ થોડા સમય પહેલા જ લગ્ન કર્યા છે. તેમના લગ્ન 3 સપ્ટેમ્બરે લાઇવ સ્ટ્રીમ પણ થયા હતા અને તેમના લગ્નએ ઘણી ચર્ચાઓ મેળવી હતી. હવે આવું કેમ ન પણ થાય, બંનેની ઉંમરમાં 37 વર્ષનો ફરક જો છે.

અમેરિકાના રહેવાસી આ કપલની લવ સ્ટોરી પણ તેમના લગ્નની જેમ યુનિક છે. આમ તો પ્રેમમાં ડૂબેલા આ કપલ વચ્ચે રોમાન્સ કેટલાક વર્ષ પહેલા જ શરૂ થયો હતો. પણ કપલ એકબીજાને વર્ષ 2012થી ઓળખે છે. બંનેની પહેલી મુલાકાત સમયે કુરાન 15 વર્ષનો હતો. તે સમયે તે ચેરિલના દીકરાના રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. પરંતુ બંને વચ્ચે પ્રેમ થોડા સમય પહેલા જ ખીલ્યો હતો. બંનેએ જ્યારે તેમના રિલેશનને ઓનલાઇન જાહેર કર્યુ તો તેમને ઘણી નેગેટિવ કમેન્ટ્સ સાંભળવા મળી.

પરંતુ બંનેએ તે બધાને ઇગ્નોર કર્યુ અને કાનૂની રૂપથી પતિ-પત્ની બની ગયા. કુરાન અને ચેરિલે તેમના લગ્નને લાઇવ સ્ટ્રીમ પણ કર્યા હતા. જેને લગભગ એક લાખ લોકોએ જોયા હતા. લગ્નમાં બંનેના નજીકના મિત્રો પણ આવ્યા હતા. લગ્ન બાદ કુરાને જણાવ્યુ કે, તેમણે લગ્ન બાદ લગભગ 2 કલાક હોટલમાં વીતાવ્યા અને પછી બંને ઘર માટે નીકળ્યા. આ કપલની લવ સ્ટોરી ઘણી યુનિક છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2012માં થઇ હતી.

તે દરમિયાન બંનેએ વિચાર્યુ નહોતુ કે તેમના વચ્ચે પ્રેમ ખીલશે. જો કે, નવેમ્બર 2020માં મળ્યા બાદ તેમના વચ્ચે પ્રેમના બીજ ખીલ્યા. ચેરિલ પહેલા પણ ટિકટોક પર વીડિયો બનાવતી હતી. એક વીડિયો પર આવેલ નેગેટિવ કમેન્ટથી આહત ચેરિલને જ્યારે કુરાને સંભાળઈ તો બંને વચ્ચે ફીલિંગ્સે જન્મ લીધો. તે બાદ 17 પૌત્ર-પૌત્રીઓની દાદી ચેરિલ સાથે તેને પ્રેમ થઇ ગયો. એક વર્ષ સુધી અફેર રહ્યા બાદ કુરાને ચેરિલને લગ્ન માટે પ્રપોઝ કર્યુ.

ચેરિલને કુરાને બે લાખ 20 હજારની વીંટી આપી પ્રપોઝ કર્યુ હતુ. આ અનુભવને શેર કરતા કુરાને જણાવ્યુ કે, પહેલા તે ઘણો નર્વસ હતો, પણ તેણે જેવી ચેરિલને જોઇ, તે જોતો જ રહી ગયો. પ્રપોઝલ બાદ ચેરિલ ઘણી હેરાન રહી ગઇ હતી. જો કે, બંનેએ લગ્ન કરી લીધા છે અને તેઓ સાથે ઘણા ખુશ છે. બંને લગભગ દરરોજ તેમના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કપલ જલ્દી માતા-પિતા બનવા માગે છે.

આ માટે તેમણે નેચરલ રીતે કંસીવ કરવાની કોશિશ કરી પણ ચેરિલની ઉંમર વધારે હોવાને કારણે આ સંભવ થઇ શક્યુ નહિ. હવે તેઓ સરોગસીથી માતા-પિતા બનવાની તૈયારી કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે 2023 એટલે કે આ વર્ષે તેઓ સરોગસીથી તેમના બાળકનું સ્વાગત કરશે. તે આ માટે 1 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ પણ કરવા તૈયાર છે. જાણકારી અનુસાર, ચેરિલના પહેલાથી 7 બાળકો અને 17 નાતી-પૌત્ર છે. તેમ છત્તાં તેણે કુરાન સાથે લગ્ન કર્યા અને હવે તેને લગ્નથી બાળક પણ જોઇએ.

Shah Jina