દુઃખદ ઘટના: વડોદરામાં કચરાની ગાડીએ 6 વર્ષના બાળકનો જીવ લીધો, સમગ્ર ઘટના સાંભળીને તમારી આત્મા કંપી ઉઠશે

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ બનતી જોવા મળે છે, ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી છે, ઘણા અકસ્માતમાં કેટલાય લોકોના મોત થતા હોય છે, તો ઘણીવાર કોઈની બેદરકારી પણ કોઈનો જીવ લઇ લેતી હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે, જ્યાં એક ડ્રાઈવરની બેદરકારીએ એક માસુમનો જીવ લીધો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના  તાંદલજા વિસ્તારમાં સમીમ પાર્કમાં મનપાનો કચરો ઉઠાવવા માટે આવેલા એક ડ્રાઈવરની બેદરકારીએ એક 6 વર્ષના માસુમ બાળકને કચળી નાખ્યો હોવાની ઘટના સામે આવી છે. સવારના સમયે કચરો ઉઠાવવા માટે સમીમ પાર્ક ખાતે ગાડી આવી હતી, તે જ સમયે આ માસુમ બાળક ફળીયાની અંદર રમી રહ્યું હતું, તે પોતાની જ ધૂનમાં મગ્ન હતું.

આ દરમિયાન જ ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવા આવતી મનપાની ગાડીના ડ્રાઈવરે આસપાસ જોયા વગર જ ગાડી રિવર્સમાં હંકારી મૂકી. તે દરમિયાન જ બાળક ગાડીની નીચે આવી ગયું હતું, અને બાળક તરફડીયા મારતું મારતું હતું, બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું પરંતુ એ પહેલા જ બાળકનું મોત નીપજ્યું હતું.

આ સમગ્ર મામલે પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને ગાડીના ડ્રાઈવરમેં કસ્ટડીમાં લીધો હતો. પોલીસ વાહન ચાલાક વિરુદ્ધ IPC કલમ 304અ હેઠળ ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

Niraj Patel