વિદેશમાં વધુ 6 ભારતીયના મોત, રોડ દુર્ઘટનામાં પરિવારના 6 લોકો મોતને ભેટ્યા

દીકરીને મળવા જતાં USમાં ભારતીય પરિવારને મળ્યું તડપી તડપીને મોત,  પાછી આવી 6 લાશ, જાણો સમગ્ર મામલો

ઘણીવાર વિદેશમાંથી ગુજરાતીઓ અને ભારતીયોના મોતની ઘટનાઓ સામે આવે છે, છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર વિદેશ જતા ગુજરાતી-ભારતીયોની મોતની ઘટના સામે આવી રહી છે પણ કાયદેસર રીતે વિદેશ જતા લોકોમાં પણ મોતનું પ્રામણ વધ્યુ છે. હાલમાં ટેક્સાસમાં એક રોડ અકસ્માતમાં ભારતીય મૂળના પરિવારના છ સભ્યોના મોત થયા હોવાની ખબર સામે આવી રહી છે.

તેમની મિનિવાનને એક કિશોર દ્વારા ચલાવવામાં આવતી પીકઅપ ટ્રકે ટક્કર મારી હતી. મીડિયા અહેવાલો અનુસાર, ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી (DPS)એ જણાવ્યું હતું કે મિનિવાનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિ અને ટ્રક ડ્રાઈવર અને તેનો સાથી બુધવારે અકસ્માતમાં બચી ગયા હતા. DPSએ મિનિવાનના ડ્રાઈવરની ઓળખ 28 વર્ષીય રુશિલ બૈરી તરીકે કરી હતી.

જ્યારે તેની સાથે મુસાફરી કરી રહેલા અન્ય લોકો આલ્ફારેટા, જ્યોર્જિયાથી આવ્યા હતા. મૃતકોમાં નવીના પોટાબાથુલા (36), નાગેશ્વરરાવ પોન્નાડા (64), સીતામહાલક્ષ્મી પોન્નાડા (60), કૃતિક પોટાબાથુલા (10), નિશિધા પોટાબાથુલા (9), લોકેશ પોટાબાથુલા (43)નો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ લોકોની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મૂળ તમિલનાડુનો પરિવાર દીકરી અને ભાણિયાઓને મળવા પ્રવાસી વીઝા પર અમેરિકા ગયો હતો અને તેઓ ફરવા ગયાં ત્યારે કારને અકસ્માત નડ્યો અને પરિવારના 6 સભ્યનું મોત છયુ.

Shah Jina