4 દિવસમાં 6 સેલિબ્રિટીઓએ દુનિયા છોડી દીધી, કોઈને હાર્ટ એટેક આવ્યો તો કોઈનું અકસ્માત થઇ ગયું, જુઓ લિસ્ટ

Celebrity Deaths : મનોરંજન જગતમાંથી છેલ્લા કેટલાક જ દિવસમાં ઘણા દુખદ સમાચાર સામે આવી ગયા. ત્યારે ઈન્ડસ્ટ્રી માટે હાલ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. જણાવી દઇએ કે, છેલ્લા 4 દિવસમાં જ 6 સેલિબ્રિટીઓનું નિધન થઇ ગયુ છે. હાલમાં જ બે-ત્રણ દિવસ પહેલા એક્ટર આદિત્ય સિંહ રાજપૂતના મોતના સમાચાર સામે આવ્યા.

તે પછી આજે સવારે અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું અકસ્માતમાં મોત થયુ હોવાના સમાચાર સામે આવ્યા અને હાલમાં અનુપમા ફેમ એક્ટર નિતેશ પાંડેનું પણ 51 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો.

આદિત્ય સિંહ રાજપૂત : ‘સ્પ્લિટ્સવિલા’ અને ‘ગંદી બાત’ ફેમ એક્ટર આદિત્ય સિંહ રાજપૂત સોમવાર 22 મેના રોજ તેના મુંબઈના અંધેરી સ્થિત ફ્લેટના બાથરુમમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તેનું બાથરૂમમાં પડી જવાને કારણે મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.

વૈભવી ઉપાધ્યાય : લોકપ્રિય ટીવી સીરિયલ ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ 2’ શોમાં જાસ્મિનનો રોલ કરનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મંગળવારે સવારે અવસાન થઇ ગયું. હિમાચલ પ્રદેશમાં એક કાર અકસ્માતમાં તેનું મોત થયું છે, તે માત્ર 32 વર્ષની હતી. વૈભવની કાર ટર્ન લેતી વખતે ખીણમાં ખાબકી હતી. કારમાં વૈભવીનો મંગેતર પણ હતો, જેની હાલત સ્થિર છે.

નિતેશ પાંડે : અનુપમામાં અનુજ એટલે કે ગૌરવ ખન્નાના મિત્ર ધીરજ કપૂરનું પાત્ર નિભાવતા એક્ટર નિતેશ પાંડેનું બુધવારના રોજ 51 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. તે પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા સહિત અનેક સીરિયલ અને ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. તે લગભગ છેલ્લા 25 વર્ષથી ભારતીય ટેલિવિઝનનો જાણીતો ચહેરો હતા.

સુચંદ્રા દાસગુપ્તા : 21 મેના રોજ બંગાળી એક્ટ્રેસ સુચંદ્રા દાસગુપ્તાનું રોડ અકસ્માતના કારણે નિધન થયુ હતું. તે શુટિંગ પતાવી પરત ફરી રહી હતી ત્યારે અચાનક આગળ સાયકલ આવી જવાના કારણે બ્રેક લગાવવામાં આવતા એક વાહને તેને જોરદાર ટક્કર મારી હતી અને તેના કારણે સુચંદ્રા દાસગુપ્તાનું મોત થયુ હતુ.

સરથ બાબુ : સોમવારના રોજ 71 વર્ષની વયે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા સરથ બાબુનું નિધન થયુ હતુ. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં એડમિટ હતા અને તેમના હાલત પણ ગંભીર હતી. તેમણે ઘણી તમિલ અને તેલુગૂ ફિલ્મોમાં કામ કર્યું હતું.

થોટકુરા સોમરાજૂ : તેલુગૂ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ મ્યૂઝિક ડાયરેક્ટરની જોડી રાજ-કોટી એટલે કે થોટકુરા સોમરાજૂનું રવિવારના રોજ મોત થયુ હતુ. તેમનું મોત બાથરુમમાં લપસી જવાના કારણે થયુ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. તેમણે ઘણી સુપરહિટ ફિલ્મો માટે ગીત કમ્પોઝ કર્યા હતા.

Shah Jina