આ ભાઈએ કહ્યું રામ નામની લૂટ છે, અયોધ્યામાં ચા 55 રૂપિયાની છે, લોકો બોલ્યા- ભાઇ એવી જગ્યાએ..

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદથી પ્રભુના દર્શન માટે ભક્તોનું પૂર ઉમટી પડ્યુ છે. દેશભરના લોકો ભગવાનની એક ઝલક મેળવવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો અને તસવીરો પણ વાયરલ થઇ રહી છે જેને જોઇને ખબર પડે છે કે રામ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ પહોંચી રહી છે.આ વચ્ચે ટ્વિટર પર એક યુઝરે અયોધ્યાના એક રેસ્ટોરન્ટના બિલની તસવીર શેર કરી છે, જેમાં જોઇ શકાય છે કે એક ચા 55 રૂપિયે અને ટોસ્ટને 65 રૂપિયે વેચવામાં આવી રહ્યા છે.

File Pic

અયોધ્યામાં 55 રૂપિયાની ચા

આને લઇને યુઝરે કહ્યુ કે રામ નામની લૂટ છે. ત્યારે હવે આના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમનું કહેવુ છે કે આવી જગ્યા પર જાવ છો જ કેમ. વાયરલ થઇ રહેલ તસવીરને @Politics_2022_ નામના હેન્ડલથી શેર કરવામાં આવી છે. આ તસવીર સાથે કેપ્શનમાં લખ્યુ છે- અયોધ્યા | શબરી રસોઇ | 55 રૂપિયાની એક ચા, 66 રૂપિયાનો ટોસ્ટ… રામ નામની લૂટ છે, લૂટ સકે તો લૂટ. ત્યારે હવે આ બિલની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેના પર યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે.

પોસ્ટ પર યુઝર્સની પ્રતિક્રિયા

એકે લખ્યુ- તીર્થને પર્યટન સ્થળ બનાવી દેશો તો શ્રદ્ધા ક્યાંથી આવશે. બીજા એકે લખ્યુ- તો આવી જગ્યાએ જાવ છો કેમ ? તમને પકડીને તો નહોતા લઇ ગયા. સર્વિસ પૂરી જોઇએ તો પૈસા આપવાના ટાઇમે હવા ખરાબ થઇ જાય છે. અન્ય એકે લખ્યુ- ત્યાંના લોકોએ ઘણુ બધુ આપ્યુ છે, જો તેઓ કમાશે નહિ તો ખાશે શું ?

Shah Jina