કેનેડામાં મોંઘવારી તો જુઓ…એક મહિના માટે શેરિંગ રૂમનું ભાડુ 50 હજાર કરતા પણ વધારે

બાપ રે., કેનેડામાં જવાય? ત્યાં મોંઘવારી તો જુઓ, ખુલ્લેઆમ લૂંટે છે….એક મહિના ભાડું છે 54000 રુપિયા! જાણો અંદરની વિગત

આપણા ગુજરાતીઓ જ્યારે કોઇ ઘર ભાડે જુએ ત્યારે તેઓને નાના ફ્લેટનું ભાડુ 5થી7 હજાર રૂપિયા પણ વધારે લાગે છે. જો કે, કેનેડાના ટોરોન્ટો હાઉસિંગ માર્કેટમાં મકાનોના ભાડાંમાં તોતિંગ વધારો થઇ રહ્યો છે અને આને કારણે ઘણા તો વધારે પૈસા ખર્ચીને પણ બેડ શેરીંગમાં રહેવા માટે મજબૂર થયા છે.

ટોરોન્ટો સ્થિત રિયલ્ટર અન્યા એટીંગર દ્વારા ફેસબુક માર્કેટપ્લેસ પર શેર કરાયેલા ટિકટોક વિડિયોએમાં એક વ્યક્તિએ દર મહિને 900 કેનેડિયન ડોલર એટલે કે 54,000 રૂપિયાથી પણ વધુમાં તેના અડધો બેડ ભાડે આપવાની ઓફર કરે છે. જો કે, હાલ તો આ પોસ્ટ ફેસબુક માર્કેટપ્લેસમાંથી હટાવી દેવામાં આવી છે.

એવું કહેવાયુ હતુ કે, “માસ્ટર બેડરૂમ અને એક ક્વીન સાઈઝ બેડને શેર કરવા માટે એક સહજ મહિલાની શોધ છે. હું પહેલા ફેસબુક પર મળેલા રૂમમેટ સાથે એક ક્વીન સાઈઝ બેડરૂમ શેર કરતો હતો અને તે સારું રહ્યું હતું!” Ettinger દ્વારા જે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તે ઘણો વાયરલ થયો છે, જે ટોરોન્ટોમાં હાઉસિંગ ક્રાઈસીસની ગંભીરતા પર પ્રકાશ પાડે છે.

જણાવી દઇએ કે બેડ શેરિંગ એ આજકાલ માર્કેટમાં નથી આવ્યુ. ભાડાના ખર્ચમાં ઘટાડો કરવા માટે અજાણી વ્યક્તિ સાથે બેડ શેર કરવાની ટ્રીક આજકાલ મોટાભાગના લોકો અપનાવે છે. ઉલ્લેખનીય છે કે સિડની અને મેલબર્નમાં રહેતા 7 હજાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સિડની દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો અને 2021ના સર્વેમાં જાણવા મળ્યું કે 3% લોકોએ ભાડાના વધુ પડતા ખર્ચ સામે લડવા ક્રિએટિવ સોલ્યુશન તરીકે હોટ-બેડિંગનો સહારો લીધો હતો.

Shah Jina